દશેરા : અમદાવાદ : વહેલી સવારથી ફાફડા-જલેબી માટે લોકોની લાઈન લાગી, તમામ વસ્તુઓ પેકિંગમાં વેચાઈ

0
4

કોરોના મહામારીને પગલે આ વર્ષ બધા જ તહેવારો પર ગ્રહણ લાગી ગયું છે. લોકલ સંક્રમણ અટકાવવા માટે નવરાત્રી, દશેરા, દિવાળી સહિતના તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યું છે. ત્યારે આજે દશેરાના દિવસે અમદાવાદમાં ફાફડા જલેબી માટે સવારથી લોકો લાઈનમાં લાગ્યા હતા. ફાફડા અને જલેબી લેવા આવનાર લોકોને સોશિયલ ડિસ્ટન્સ સાથે વેચાણ કરવામાં આવી રહ્યું છે.

ગાઈડલાઈન મુજબ પેકિંગ કરેલા વેચાણ કરવાના હોય છે, જેમાં ફાફડા અને ચોળાફળી પેકિંગ કરીને આપવામાં આવી રહ્યાં છે. સાથે જ ગરમ ગરમ જલેબી ઉતારી પેકિંગ કરી આપવામાં આવી રહી છે. ફાફડાનો ભાવ આ વર્ષે 440 રૂપિયા કિલો છે જ્યારે તેલની જલેબી 280 રૂપિયા અને ચોખ્ખા ઘીની જલેબી 600 રૂપિયા કિલો વેચાઈ રહી છે. વહેલી સવારથી જ ફાફડા અને જલેબીનું વેચાણ શરૂ થઈ ગયું છે. દુકાનદાર હાથમાં ગ્લવ્સ અને માસ્ક પહેરી લોકોને વસ્તુ આપી રહ્યા છે.