Thursday, August 5, 2021
Homeઆજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G-7માં સામેલ થશે, સમગ્ર દુનિયાની નજર ટ્રમ્પ અને...
Array

આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G-7માં સામેલ થશે, સમગ્ર દુનિયાની નજર ટ્રમ્પ અને મોદી પર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 ની બેઠકમાં સામેલ થવા માટે આજથી ફ્રાન્સ સહિત ત્રણ દેશોની મુલાકાતે જઈ રહ્યા છે. તેઓ ફ્રાન્સ ઉપરાંત સંયુક્ત અરબ અમીરાત અને બહેરીન જવાના છે. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ વડાપ્રધાનની આ પ્રથમ વિદેશ યાત્રા છે. જી-7 સમિટ સમયે પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરવાના છે.

જ્યાં બંને વચ્ચે જમ્મુ કાશ્મીર મુદ્દે ચર્ચા કરી શકે છે. પીએ મોદી જે ત્રણેય દેશની મુલાકાતે જવાના છે. તે ત્રણેય દેશોએ તો ખુલીને કાશ્મીર મુદ્દે ભારતનું સમર્થન કર્યુ છે..પીએમ મોદી સૌ પ્રથમ ફ્રાન્સ પહોંચશે.જ્યાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રો સાથે મુલાકાત કરશે. જેમા સંરક્ષણ, સહયોગ, ન્યુક્લિયર એનર્જી, સમુદ્રી સહયોગ અને આતંકવાદને નાથવા સહિતના મુદ્દે ચર્ચા કરશે.

ભારત ફ્રાન્સ પાસેથી લગભગ 60 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 36 રાફેલ વિમાન ખરીદી રહ્યુ છે.અને તે ફાઈટર વિમાનો આ વર્ષે ભારત પણ આવવાના છે..પીએમ મોદી ફ્રાન્સથી યુએઈ અને બહેરીન પહોંચશે..અને 25 ઓગસ્ટે પરત ફ્રાન્સ આવશે અને ફ્રાન્સના બિયારિટ્ઝ નગર કાતે આયોજિત જી-7 સંમેલનમા સામેલ થશે.

જમ્મુ કાશ્મીર મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી મધ્યસ્થી કરવા માટે ઉત્સુક બન્યા છે.અને કાશ્મીરમાં તણાવ પાછળ ધર્મનો હાથ હોવાનું નિવેદન આપી ચુક્યા છે.તેઓ પીએમ મોદીની સાથે જી-7 સમિટ દરમિયાન ચર્ચા કરવાની વાત કરી ચુક્યા છે. ત્યારે સમગ્ર દેશ દુનિયાની નજર જી-7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થનારી મુલાકાત પર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments