ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે સાંજે 5 વાગ્યે સર્વદળીય બેઠક, કોંગ્રેસ LACનો મુદ્દો ઉઠાવી શકે છે

0
5

લદાખમાં ચીન સાથેના વિવાદ વચ્ચે મોદી સરકારે સર્વદળીય બેઠક બોલાવી છે. આ બેઠક આજે સાંજે પાંચ વાગ્યે યોજાશે. એમાં ઘણા રાજકીય પક્ષના નેતાઓ સામેલ થશે. ચીન સાથેના વિવાદ અંગે રક્ષામંત્રી રાજનાથ સિંહે લોકસભામાં આપેલા નિવેદન પછી આ બેઠક બોલાવાઈ રહી છે.

આ સર્વદળીય બેઠકમાં સરકાર તરફથી સંસદ સત્રના આગામી પ્લાનિંગની વાત કરાશે, સાથે વિપક્ષ દ્વારા ઉઠાવાયેલા મુદ્દા પર વાતચીત થશે. આ બેઠકમાં કોંગ્રેસ દ્વારા LACના મુદ્દા પર મંથન કરવાની માગ કરાશે.

જોકે સંસદ સત્રમાં સરકાર દ્વારા નિવેદન અપાયું હતું, પરંતુ વિપક્ષ દ્વારા વિસ્તારથી ચર્ચાની માગ કરાઈ હતી. જોકે સરકારે ચર્ચા માટે બેઠક બોલાવવાની વાત પર ભાર મૂક્યો હતો.

જ્યારે મોન્સૂન સત્રની શરૂઆત થઈ અને પ્રશ્નકાળને રદ કરાયો ત્યારે કોંગ્રેસ અને ટીએમસી સહિત ઘણા પક્ષોએ એનો વિરોધ કર્યો હતો અને સરકાર ચીનના મુદ્દે ચર્ચાથી ભાગી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો.