માતા વૈષ્ણોદેવી સહિત જમ્મુ-કાશ્મીરના તમામ ધર્મ સ્થાનો 16મીથી ખુલી જશે

0
8

જમ્મુ-કાશ્મીરના વહીવટીતંત્ર દ્વારા બહુ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલુ માસના 16મી તારીખથી માતા વૈષ્ણોદેવી સહિત જમ્મુ-કાશ્મીરના તમામ ધાર્મિક સ્થળોને ખોલી દેવામાં આવશે અને સેનેટાઈઝર ની વિધિ કરવામાં આવશે તેમ જ નિયમોનું કડક પાલન કરાવવામાં આવશે.

 

દેશમાં ફેલાયેલી મહામારી ને પગલે લોકોની સુરક્ષા માટે તમામ ધર્મસ્થાનો બંધ કરી દેવામાં આવ્યા હતા પરંતુ હવે એ સ્થિતિ સુધરી ગઈ છે ત્યારે તમામ ધર્મસ્થાનો 16 તારીખથી ખોલી નાખવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે.
જોકે સરકારી આ આદેશ માં માતા વૈષ્ણોદેવી યાત્રા શરૂ કરવા માટે અલગથી કોઇ સૂચના આપવામાં આવી નથી પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ 16 તારીખથી જ શ્રદ્ધાળુઓને મર્યિદિત સંખ્યા સાથે યાત્રા શરૂ કરવાની પરવાનગી અપાશે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત હંસલે એમ કહ્યું છે કે ચાલુ માસના 16મી તારીખથી તમામ ધર્મસ્થાનો અને પૂજા સ્થળોને ખોલી દેવામાં આવશે પરંતુ ધાર્મિક સરઘસો અને ધાર્મિક મેળાવડા યોજવાની પરવાનગી અપાશે નહીં. કોરોનાવાયરસ મહામારી ને પગલે લોકોને એક જ જગ્યાએ મોટી સંખ્યામાં એકત્ર થવાની મનાઈ છે.