ગુડ ન્યૂઝ : ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પિતા બન્યો, પત્ની નતાશાએ બેબી બોયને જન્મ આપ્યો

0
4

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પિતા બન્યો છે. તેની પત્ની સ્ટેનકોવિચ નતાશાએ ગુરુવારે બેબી બોયને જન્મ આપ્યો છે. હાર્દિકે ટ્વીટ કરીને આ ગુડ ન્યૂઝ શેર કર્યા હતા.

હાર્દિકે 31 મેના રોજ નતાશા સાથે લગ્ન કર્યા હતા. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને નતાશા પ્રેગનન્ટ હોવાની જાણકારી પણ આપી હતી.

https://www.instagram.com/p/CA2khRLFsAz/?utm_source=ig_embed

તે પહેલાં બંનેએ જાન્યુઆરીમાં સગાઈ કરી હતી. ત્યારે હાર્દિકએ નતાશા સાથે ફોટો શેર કરતાં લખ્યું કે, ‘મે તેરા,તૂં મેરી જાને સારા હિન્દુસ્તાન. 01-01-2020 #Engaged.’

https://www.instagram.com/p/B6xrw7WlubB/?utm_source=ig_embed

મૂળ સર્બિયાની નતાશા ફિલ્મો ઉપરાંત રિયાલિટી શો નચબલિયે-9માં પણ જોવા મળી હતી. તે બિગ બોસ -8માં ભાગ લઈ ચૂકી છે.