Wednesday, August 4, 2021
Homeઅમદાવાદઅમદાવાદ : ચાર જૂનથી રાજ્યની તમામ RTO કચેરીઓ શરૂ કરાશે, વાહન અને...

અમદાવાદ : ચાર જૂનથી રાજ્યની તમામ RTO કચેરીઓ શરૂ કરાશે, વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ ફરજીયાત

અમદાવાદ. અનલોક-1માં રાજ્યમાં વધુ છૂટછાટ આપવામાં આવી છે. આ સાથે રાજ્યભરની RTO કચેરીઓને 4 જૂનથી શરૂ કરાવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સનું ફરજીયાત પાલન કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

ઓનલાઈન અપોઈન્ટમેન્ટ ફરજીયાત

વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ ફરજીયાત કરવામાં આવી છે. આ ઓનલાઈન એપોઈન્ટમેન્ટમાં અરજદારે કચેરી ખાતે ફરજીયાત હાજર રહેવું પડશે. જો અરજદાર જો ગેરહાજર રહેશે તો અરજદારે ફરીવાર અપોઅન્ટમેન્ટ લેવાની રહેશે.

લર્નિંગ લાયસન્સ માટે ITIમાં અપોઈન્ટમેન્ટ નહીં મળે

લર્નિંગ લાયસન્સ ઈસ્યુ કરવાની કામગીરી ITI થયા છે. જે શહેરો કે મગરપાલિકા વિસ્તારના કન્ટેઈનમેન્ટ વિસ્તાર અને કોવિડના ક્વોરન્ટીન સેન્ટર જાહેર કર્યા હોય તેવી ITI ખાતે અપોઈન્ટમેન્ટ મળશે નહીં અને લર્નિંગ લાયસન્સની કામગીરી પણ થશે નહીં.

RTO કચેરીઓ શરૂ કરવા પૂર્વેની સૂચનાઓ

  • અરજદારોને અપોઈન્ટમેન્ટને લક્ષ્યમાં રાખી દર 1 મીટરે સર્કલ કરવાના રહેશે
  • સર્કલમાં અરજદારને લાઈનમાં ઉભા રાખવા GISFSના જવાનોનો ઉપયોગ કરવાનો રહેશે
  • સર્કલ માટે અગાઉથી જરૂરિયાત મુજબનો ચોક-ચુનો ખરીદવાનો રહેશે, અરજદારો RTO કચેરીએ આવ ત્યારે સર્કલ તૈયાર હોય
  • મુખ્ય પ્રવેશદ્વાર પર અરજદારે પ્રવેશ લીધો હોય ત્યારે અરજદારોની કામગીરીનું માર્ગદર્શન, શાખા, માળ અને ટેબલ મળી રહેત તે સુનિચિત કરવાનું રહેશે
  • કચેરીના પ્રવેશ વખતે અરજદારનું થર્મલ સ્ક્રિનીંગ કરવાનું રહેશે, અરજદારના શરીરનું ઉષ્ણતામાન જણાય તો કચેરીમાં પ્રવેશ અપાશે નહીં
  • કોઈ કર્મચારી કે અધિકારી સમક્ષ અરજદાર ઉપસ્થિત થાય ત્યારે એક મીટરની મર્યાદામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે
  • કોઈપણ કર્મચારી જ્યારે અરજદાર સંબંધિત કામગીરી કરતા હોય ત્યારે સેનિટાઈઝ, હેન્ડ ગ્લોવ્ઝ અને માસ્ક સાથે કામગીરી કરે તે ફરજીયાત છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments