ગુજરાતનાં બધા સિટી મહિલાઓ માટે સેફ છે તેમજ મહિલાઓએ ઘણી સારી મહેનત કરીને જ્વેલરી, કપડાં અને ઘર સુશોભનની વસ્તુઓ પ્રદર્શિત કરી છે. બધી જ વસ્તુઓ એન્ટીક છે. તેમ શહેરમાં સંગીની મહિલાઓના ગ્રૂપ દ્વારા યોજવામાં આવેલ લાઇફસ્ટાઇલ એક્ઝિબીશનમાં મુખ્ય મહેમાન બનેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિ રૂપાણીએ એક્ઝિબિશનની મુલાકાત લેતા જણાવ્યું હતું.
જૈન સોશિયલ ગ્રૂપ વડોદરા મિડટાઉનની મહિલા વિંગ સંગીની દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ એક લાઇફ સ્ટાઇલ એક્ઝિબિશન ગરિમાનું આયોજન કરાયું છે.
મહિલાઓએ જાત મહેનતે તૈયાર કરેલાં કપડાં અને જ્વેલરી પ્રદર્શિત થયાં
ગરિમા એક્ઝિબિશન 29 જૂન સુધી ચાલશે. આ એક્ઝિબિશનમાં શહેરનાં મેયર ડો. જિગીશાબેન શેઠ પણ હાજર રહ્યા હતા. આ ગરિમા એક્ઝિબિશનમાં મહિલાઓ દ્વારા જાતે બનાવવામાં આવેલ પોતાની મહેનતથી તૈયાર કરેલ એન્ટીક જ્વેલરી અને વેસ્ટર્ન અને ટ્રેડીશનલ કપડાંને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
સંગીનીએ મહિલાઓને પ્લેટફોર્મ આપ્યું
એક્ઝિબીશનની મુલાકાતે CMના પત્ની
વુમન એમ્પાવર્મેન્ટ ક્ષેત્રે સંગીની સંસ્થા સતત કાર્યરત રહી મહિલાઓને અવનવી એક્ટિવિટી કરવા માટે પ્રેરણા આપે છે. સંગીની સંસ્થા છેલ્લા છ વર્ષની મહેનતથી સફળતા પ્રાપ્ત કરવાના આરે છે. સંગીની સંસ્થા દ્વારા શહેરની ઘણી મહિલાઓને એક પ્લેટફોર્મ મળી શક્યું છે. જેના કારણે ઘણી મહિલાઓ આજે પોતાના પગ પર ઉભી રહી પોતાના માટે અને પોતાના પરિવારને પણ મદદ કરી રહી છે. મોટાભાગની મહિલાઓ એવી છે જેમને સંગીની સંસ્થા દ્વારા ઘણી મદદ મળી છે અને આજે ઘણી આગળ પણ વધી છે.