Thursday, April 18, 2024
HomeIPL માટે ટ્રેનિંગ : પંજાબ અને રાજસ્થાનના ખેલાડીઓના ત્રણેય કોરોના રિપોર્ટ નેગેટિવ...
Array

IPL માટે ટ્રેનિંગ : પંજાબ અને રાજસ્થાનના ખેલાડીઓના ત્રણેય કોરોના રિપોર્ટ નેગેટિવ : આજથી ટ્રેનિંગ શરૂ કરશે, લીગ દરમિયાન 20 હજાર કોરોના ટેસ્ટ થશે

- Advertisement -

UAEમાં 6 દિવસનો કવોરન્ટીન પીરિયડ સમાપ્ત કર્યા પછી કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ બુધવારે સાંજથી ટ્રેનિંગ શરૂ કરી શકશે. બંને ટીમના ખેલાડીઓના ત્રણેય રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. રાજસ્થાન અને પંજાબની ટીમ બુધવારે UAE પહોંચી હતી. બીજી તરફ, BCCIએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દરમિયાન 20 હજાર કોરોના ટેસ્ટ કરાવવા એક હેલ્થકેર એજન્સી સાથે કરાર કર્યો છે.

કંપનીએ કહ્યું કે, IPL દરમિયાન તે તમામ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, BCCI અધિકારીઓ અને હોદ્દેદારોનો કોરોના ટેસ્ટ કરશે.

રાજસ્થાન ટીમ સાથે સંકળાયેલા એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, IPL માટે UAE તમામ ખેલાડીઓના ત્રણ કોરોના ટેસ્ટ થઈ ગયા છે. BCCIની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ, UAE પહોંચ્યા ત્યારે ખેલાડીઓએ પ્રથમ, ત્રીજા અને છઠ્ઠા દિવસે કોરોના ટેસ્ટ કરાવવાનો હતો. તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ રાજસ્થાનની ટીમે ટ્રેનિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજસ્થાનની ટીમ દુબઇમાં ટ્રેનિંગ કરશે

  • રાજસ્થાનની ટીમ દુબઇમાં રોકાઈ છે. તેવામાં ટીમ અહીંના ICC મેદાનમાં ટ્રેનિંગ કરશે.
  • પંજાબથી રાજસ્થાનમાં સામેલ થયેલા ડેવિડ મિલર અત્યારે ટીમ સાથે ટ્રેનિંગ કરી શકશે નહિ.
  • તે એક દિવસ પહેલા જ UAE પહોંચ્યા અને તેમને 6 દિવસનો કવોરન્ટીન પીરિયડ પૂરો કરવો પડશે.
  • આ સ્થિતિ કિંગ્સ ઇલેવન પંજાબના દક્ષિણ આફ્રિકાના ખેલાડી હર્ડ્સ વિલોન સાથે પણ છે. તે પણ મિલર સાથે જ આવ્યા હતા.
  • તે પણ 6 દિવસનો કવોરન્ટીન પીરિયડ પૂરો કરશે, જ્યારે પંજાબના બાકીના ખેલાડીઓ ટ્રેનિંગ કરશે.

મુંબઇ, ચેન્નાઇની ટીમનો કવોરન્ટીન પીરિયડ ગુરુવારે પૂરો થશે

  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમ ગયા શુક્રવારે UAE પહોંચી હતી.
  • આ ટીમોનો કવોરન્ટીન પીરિયડ ગુરુવારે પૂરો થશે. બધા ખેલાડીઓના ત્રણેય રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ આ ટીમો ટ્રેનિંગ શરૂ કરી શકશે.

UAEમાં બીજીવાર IPL રમાશે

  • આ વખતે IPL બાયો-સિક્યુર બબલમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન UAEમાં રમાશે.
  • 6 વર્ષ પહેલા પણ દેશમાં લોકસભા ઇલેક્શનના કારણે IPLની શરૂઆતી મેચો UAEમાં રમાઈ હતી.
  • જ્યારે, 2009માં ઇલેક્શનના કારણે લીગ દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular