મોરબી જિલ્લાના ત્રણેય માર્કેટિંગ યાર્ડ આજે રહેશે બંધ

0
10
સરકાર દ્વારા ખેડૂતોને કોઈ સમસ્યા ન થાય તે માટે મહત્વની નિર્ણય લેવામાં આવ્યો હતો અને તમામ માર્કેટીગ યાર્ડ શરુ કરવામાં માટે જણાવ્યું હતું તો મોરબી જીલ્લામાં આવતા ત્રણ માર્કેટિંગ યાર્ડ આજે બંધ રહેનાર છે.
લોકડાઉનની જાહેરાત થયા બાદ માર્કેટિંગ યાર્ડ બંધ છે તો ખેડૂતો પણ પોતાની જણસ વેચી શકતા નથી તેથી સરકાર દ્વારા તમામ માર્કેટિંગ યાર્ડ ચાલુ કરવાનો નિણર્ય લેવામાં આવ્યો હતો પરંતુ મોરબી જીલ્લાના મોરબી,વાંકાનેર અને હળવદ માર્કેટિંગ યાર્ડ આજે બંધ રહેનાર છે તો તેમના ચેરમેન સાથે વાતચીત કરતા ત્રણેય યાર્ડના ચેરમેનએ જણાવ્યું હતું કે યાર્ડ ચાલુ થશે તો સોશિયલ ડીસ્ટસિંગ જળવાશે નહિ અને મજુરો પણ હાલમાં ન હોવાથી મોટી મુશકેલી પડી શકે તેમ છે જેથી આજે મીટીંગ કર્યા બાદ જ યાર્ડ ખોલવું કે નહિ તે અંગે નિણર્ય લેવામાં આવશે.
રાજ્યના જે મોટા યાર્ડ ઉંજા, રાજકોટ અને ગોડલ યાર્ડ બંધ રહેશે તેવો નિણર્ય યાર્ડ સંચાલકો દ્વારા લેવામાં આવ્યો છે ત્યારે મોરબી જીલ્લાનો મોટાભાગનો વ્યવહાર મોટા યાર્ડ સાથે થતો હોય ત્યારે જો એ યાર્ડ જ બંધ રહે તે બીજા યાર્ડ ખુલે તો તેને મુશ્કેલી ભોગવી પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે પરંતુ શાકભાજી સહિતની જે જીવન જરૂરી વસ્તુ યાર્ડમાં ચાલુ જ છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here