અનુરાગ કશ્યપ પર રેપનો આક્ષેપ:પાયલ ઘોષે ફરીવાર વડાપ્રધાન-ગૃહમંત્રીને અપીલ કરી, કહ્યું- ન્યાય માટે હજી પણ રાહ જોઈ રહી છું

0
14

અનુરાગ કશ્યપ પર રેપનો આક્ષેપ મૂકનાર બોલિવૂડ એક્ટ્રેસ પાયલ ઘોષે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ પાસે ન્યાયની અપીલ કરી છે. તેણે PM, ગૃહમંત્રીની સાથે સાથે રાષ્ટ્રીય મહિલા પંચના પ્રમુખ રેખા શર્માને ટૅગ કરીને ટ્વીટ કરી હતી. પાયલે કહ્યું હતું, ‘મારા મિત્ર તથા મેનેજરને અનુરાગ કશ્યપ તરફથી રેફરન્સ તરીકે મારી ફિલ્મ ‘ઉસરાવેલ્લી’ જોવા માટે કહ્યું હતું, કારણ કે અમે એક પ્રોજેક્ટ પર ચર્ચા કરવા માટે મળવાના હતા. મિસ્ટર કશ્યપે કારણ વગર મારી તથા મારા કો-સ્ટાર (જુનિયર NTR) સાથેના સંબંધો ખરાબ કર્યા હતા. હું હજી પણ ન્યાયની રાહ જોઈ રહી છું.’

પાયલે અનુરાગ પર ગંભીર આક્ષેપ મૂક્યો
આ પહેલાંની ટ્વીટમાં પાયલે અનુરાગ પર ગંભીર આક્ષેપો મૂક્યા હતા. તેણે પોતાની એક ડિલિટેડ ટ્વીટ શૅર કરી હતી. આ ટ્વીટમાં તેણે દાવો કર્યો હતો કે અનુરાગ કશ્યપે તેના તથા જુનિયર NTR વચ્ચે શારીરિક સંબંધો હોવાની હિંટ આપી હતી. આ ટ્વીટમાં એક્ટ્રેસે એ પણ દાવો કર્યો હતો કે અનુરાગે તેની સાથે કામ કરી ચૂકેલી એક્ટ્રેસિસ એક કૉલ પર તેનો સાથ આપવા માટે તૈયાર રહે છે.

 

 

પાયલે 22 સપ્ટેમ્બરના રોજ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ રેપનો કેસ કર્યો હતો. એક્ટ્રેસનો આક્ષેપ હતો કે 2013માં કશ્યપે વર્સોવામાં યારી રોડની એક જગ્યાએ તેની પર રેપ કર્યો હતો. અનુરાગની વિરુદ્ધ દુષ્કર્મ, ખોટું વર્તન, ખોટા ઈરાદાથી રોકવી તથા મહિલાનું અપમાન કરવાની કલમ હેઠળ કેસ કર્યો છે. જોકે, પોલીસ પૂછપરછમાં અનુરાગે આ આક્ષેપોને ખોટાં ગણાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here