આક્ષેપ – સરકાર દ્વારા આદિવાસીઓને આપવાના જાહેર પેકેજને લોલીપોપ ગણાવતા શંકરસિંહ વાઘેલા

0
25
ફાઇલ તસવીર
  • આદિવાસી સમાજની હાય સરકાર લેશે તો ડૂબી જશે સરકાર
  • ગરીબનું ઝૂંપડું તોડી અમીરના બંગલા ન બનાવાય
ફાઇલ તસવીર3

સીએન 24,ગુજરાત

રાજપીપળાકેવડિયામાં ફેન્સિંગની  કામગીરીના કારણે છ ગામના સ્થાનિક આદિવાસીઓમાં ઉભી થયેલી નારાજગી હવે આંદોલનનો મૂડ પકડી રહી છે. અસરગ્રસ્તો દ્વારા આજે કેવડિયા બંધના આપવામાં આવેલા એલાનને જબરજસ્ત સમર્થન મળ્યુ છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કેવડિયાની મુલાકતે આવ્યા હતા. ગુજરાતના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે પૂર્વ વનમંત્રી કાનજીભાઇ પટેલ, વડોદરાના પૂર્વ મેયર ડો. રાજેન્દ્રસિંહ રાઠોડ પણ જોડાયા હતા. તેઓ શરૂઆતમાં કેવડિયા નજીક આવેલા વસંતપુરા ખાતે પહોચ્યા હતા.

સરકારના પેકેજને એક લોલીપોપ ગણાવ્યુ
આ અંગેની જાણ થતાં તંત્ર વધુ એલર્ટ થઈ ગયું હતું અને વિવિદ ના ઉભો થાય, વાતવરણ ના ડોહળાય એ માટે ગોરા થી કેવડિયા બાજુ નહિ જવા તંત્રએ પૂર્વ મુખ્યમંત્રીને સૂચન કર્યું હતું. એટલે તેઓ મળવા ગયા નહિ. વસંતપુરા ખાતે બેઠક કરી હતી અને જેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકારની ઝાટકણી કરતા જણાવ્યું હતું કે  આ  સરકારને અસરગ્રસ્ત આદિવાસી સમાજના લોકોની હાય લાગશે. આ ચોર સરકારના પાપે ગરીબ અસરગ્રસ્ત બેઘર અને જમીન વિહોણા થઇ રહ્યા છે. વિવિધ રાજ્યોના ભવનો અહીંયા બનાવવાની કોઇ જરૂર નથી. અને જે પેકેજ અપવા માંગે છે તે સરકારના પેકેજને એક લોલીપોપ ગણાવ્યુ હતુ. અને આ તમામ બાબત સરકારમાં તેઓ રજુ કરશેની વાત કહી કોરોનાનો પ્રકોપ એક દિવસ આ સરકારને જ ભરખી જશે તેમ કહ્યું હતું .

સરકાર ગરીબ આદિવાસીઓની હાય લેશે તો લઈને ડૂબશે
વધુમા શકરસિંહે જણાવ્યું હતું કે  મારે સરકારને કહેવું છે કે સ્થાનિકોને નિરાંતથી રહેવા દે તો સારું નર્મદા ડેમ વખતે આ લોકોએ જમીન આપી હતી, છતાં પીવાનું પાણી સિંચાઈનું પાણી મળતું નથી, ત્યારે પર્યટનના નામે તમે મેડ ઈન ચાઈનાની સરદાર સાહેબની પ્રતિમા બનાવો છો અને લોખંડ ભેગું કરવાનું નાટક કરેલું ભંગાર ક્યાં છે એની ખબર નથી પડતી લોકોને છેતરવા માટેના આ પર્યાસો કરે છે, સુપ્રીમ જાય ત્યાં સુધી રાહ જુવો તેમ સરકારને સંબોધી કહ્યું હતું કે  તમને જગ્યા મળશે આખા ગુજરાતમાં, પણ આમને અહીંયા રહેવા દો, ગરીબનું ઝૂંપડું તોડી અમીર માટે બંગલા બનાવવામાં  આવે તે વિકાસ ન કહેવાય. સરકાર ગરીબ આદિવાસીઓની હાય લેશે તો લઈને ડૂબશે ,આ આદિવાસીઓને ડિસ્ટર્બ ન કરો તમારા તાયફા માંથી બાકાત રાખો, કહી સરકાર સામે આક્રોશ વ્યકત કર્યો હતો.

ફરી એક વખત દારૂબંધી બાબતે પોતાની વાત કરી
શંકરસિંહ વાઘેલાએ ફરી એક વખત દારૂબંધી બાબતે પોતાની વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે ખોટો ખરાબ દારૂ પીવાના કારણે ૩૦ લાખ જેટલી બહેનો વિધવા બની છે કારણ કે જે ખોટો દારૂ પીવે છે જેના કારણે ૩૦ વર્ષથી ઓછી ઉંમરના ઉંમરે જ યુવાનો મરી જાય છે ત્યારે સારો દારૂ મળે તે માટે નવી નીતિ બનાવી જોઈએ અને આજે દારૂબંધી છે એક પ્રકારનું નાટક છે તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશી દારૂની બ્રાન્ડ બનાવવી જોઈએ અને આદિવાસી પટ્ટામાં દેશી દારૂનું પ્લાનિંગ કરવું જોઈએ, જેના કારણે ગરીબ આદિવાસી પણ મારુતિ ફેરવતો થઈ જાય. દારૂબંધી મુખ્યમંત્રીના બંગલાની  પાછળ કોતરોમાં જાવ તો ભઠ્ઠીઓ ચાલુ હોય છે. રેડીમેડ દારૂ તરત મળી જાય છે. લોકો દીવમાં જાય છે દમણ આબુ ,ઉદેપુર જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here