Monday, January 24, 2022
Homeદિવ્યાના પતિ પર આક્ષેપ : દેવોલિનાએ રડતાં રડતાં કહ્યું- 'ગગન હું તને...
Array

દિવ્યાના પતિ પર આક્ષેપ : દેવોલિનાએ રડતાં રડતાં કહ્યું- ‘ગગન હું તને ખુલ્લો પાડીશ, તું રોજ દિવ્યાને મારતો, હવે તું જેલમાં સડીશ’

ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરના મોતથી તેના કો-સ્ટાર્સ ભાંગી પડ્યા છે. દેવોલિના અને દિવ્યા ખાસ ફ્રેન્ડ હતા. દેવોલિના જ પોતાની કારમાં દિવ્યાને હોસ્પિટલ લઈ ગઈ હતી. 34 વર્ષીય દિવ્યાના મોતથી દેવોલિના એ હદે દુઃખી છે કે તેણે સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી હતી. દેવોલિનાના મતે, દિવ્યાનું મોત માત્ર કોવિડ 19ને કારણે થયું નથી પરંતુ તેના પતિ ગગન ગબરુને કારણે થયું છે. ગગને તેને માનસિક તથા શારીરિક યાતનાઓ આપી હતી.

વીડિયો શું કહ્યું?

7 મિનિટના વીડિયોમાં દેવોલિનાએ કહ્યું હતું, ‘આ વીડિયો હું મારી બહેન, ફેમિલી, મિત્ર દિવ્યા માટે બનાવી રહી છું. મારી ક્યૂટી હવે મને છોડીને જતી રહી છે. હજી તો બસ તેણે પોતાનું જીવન સ્વતંત્રતા, કોઈની જાળમાં નહીં ફસાય, પોતાને સંભાળશે, સ્ટ્રોંગ બનશે તે રીતે જીવવાની શરૂઆત કરી હતી. મને લાગે છે કે ભગવાન કદાચ તેના દુઃખ જોઈ ના શક્યા. આ 10 વર્ષમાં મેં તેને ક્યારેય કોઈને દુઃખ પહોંચાડતા જોઈ નથી. લોકોએ તેને હર્ટ કરી, તેનો યુઝ કર્યો. તેમાં ખાસ કરીને સંબંધોમાં. આ ભૂલ મોટાભાગે યુવતીઓ કરે છે. ક્યાંક વિશ્વાસઘાત મળે અને પછી જો કોઈ થોડીક એવી પણ મદદ કરે તો તે યુવતી સમજ્યા વિચાર્યા વગર તેને પ્રેમ કરવા લાગે છે. તે યુવતી તેનું બેકગ્રાઉન્ડ જાણવાનો પણ પ્રયાસ કરી નથી. દિવ્યા એકદમ માસૂમ અને ભોળી હતી અને મારા કરતાં હજારગણી ઈમોશનલ હતી. તે પાગલને હું સમજાવતી હતી.’

 

ફિઝિકલ એબ્યૂઝમાંથી પસાર થઈ

વધુમાં દિવ્યાએ કહ્યું હતું, ‘દિવ્યા જે વ્યક્તિ માટે આટલી મુશ્કેલી સહન કરી તેના માટે આ વીડિયો ઘણો જ જરૂરી છે. મને ખ્યાલ છે કે આજે દિવ્યા કોવિડ 19ને કારણે આપણી વચ્ચે નથી, પરંતુ તેની સાથે મેન્ટલ તથા ફિઝિકલ એબ્યૂઝ થયું હતું. કોઈ પણ વ્યક્તિ જ્યારે તે તબક્કામાંથી પસાર થાય છે ત્યારે તે વ્યક્તિમાં નાનકડી બીમારી સામે પણ લડવાની તાકાત હોતી નથી. આ તો કોવિડ 19 હતો.’

‘ગગન ગબરુ તારી ઔકાત શું છે?’

‘બહુ જ શાંતિથી હું તમને આ બધું જણાવી રહી છું. ખાસ કરીને ગગન ગબરુ, તે દિવસે તે પોસ્ટ કર્યું હતું કે દિવ્યાની માતા તથા ભાઈ તારા વિરુદ્ધમાં હતા. તારા નામ પર પબ્લિસિટી લઈ રહ્યાં છે. તારી ઔકાત શું છે? આજે તું જે ચાર-પાંચ આર્ટિસ્ટને ઓળખે છે તે પણ દિવ્યાને કારણે. તારી વિરુદ્ધ હું પણ ઊભી હતી. દિવ્યા તારા પ્રેમમાં એ હદે આંધળી થઈ ગઈ હતી કે તેને બીજું કંઈ દેખાતું જ નહોતું.’

‘તું જામીન પર છૂટેલો છે’

‘હું તને એક્સપોઝ કરીશ. અમે તારી વિરુદ્ધ ઊભા હતા, કારણ કે શિમલામાં તારી વિરુદ્ધ છેડછાડનો કેસ ચાલતો હતો, જેની સજા પણ મળી હતી અને તું છ મહિના જેલમાં રહ્યો હતો અને અત્યારે તું જામીન પર બહાર આવ્યો છે. તું ગમે ત્યારે જેલમાં જઈ શકે છે, કારણ કે દિવ્યાની સાથે તે જે મારપીટ કરી, આટલો વર્ષોથી તેને મેન્ટલ ટોર્ચર કરી. આ બધાને કારણે તે બીમાર પડી. સ્ટ્રેસમાં આવી. દરેક બાબત માત્રને માત્ર તારા કારણે થઈ.’

કરવાચૌથના દિવસે દિવ્યાને માર માર્યો હતો

‘તને શું લાગે છે કે દિવ્યા નથી તો તું બચી જઈશ અને ગર્લફ્રેન્ડ્સની સાથે ઐય્યાશી કરીશ. જો આને અત્યાર ના રોક્યો તો આગળ જઈને ખબર નહીં કોનું-કોનું જીવન બરબાદ કરશે. પ્લીઝ જેટલા પણ લોકો આની સાથે જોડાયેલા છે, પ્લીઝ આનું બેકગ્રાઉન્ડ ચેક કરો. કરવાચૌથના દિવસે પણ દિવ્યાને માર માર્યો હતો અને તેના ઘરેણાં ચોરી લીધા હતા. દિવ્યાએ મરતા પહેલાં ગગન ગબરુ વિરુદ્ધ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં પણ NC કરાવ્યું હતું. લગ્ન બાદ દિવ્યાને રોજ મારતો હતો. મારી પાસે તમામ પુરાવા છે. હું જાહેરમાં તને એક્સપોઝ કરીશ. દિવ્યા તો બહુ સારી જગ્યાએ છે પરંતુ તું અને તારી મા હવે જેલમાં જ રહેશો.’

ઉલ્લેખનીય છે કે દિવ્યાએ 2019માં ડિસેમ્બરમાં ગુરુદ્વારામાં પરિવારની વિરુદ્ધ જઈને લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ગગન ગબરુ સાથે લગ્ન કર્યાં હતાં. બંનેએ 2015માં સગાઈ કરી હતી. દિવ્યાએ પોતાના પરિવારને મનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ માન્યા નહીં અને પછી તેણે લગ્ન કરી લીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular