બનાસકાંઠા : દાંતા તાલુકામાં જગતાપુર મોડલ સ્કુલમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો

0
0

વાત કરવામાં આવે તો દાંતા પાસે જગતાપુરા મોર્ડલ સ્કુલ બનાવવામાં આવી હતી. તેમાં સરકાર દ્વારા 10 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહી છે. મોડલ સ્કુલની કામગીરીમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો હતો અને સ્થાનીક તરીકે પરથીજી ઠાકોર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે આ સમગ્ર કૌભાંડમાં મોટા મોટા અધિકારીઓ સામેલ હોવાની થઈ રહી છે. ભારે ચર્ચા જેમાં આ સ્કુલના બાંધકામની તપાસ શરૂ કરી તેના પર પગલાં ભરવાની માંગ ઉઠવા પામી હતી.

 

 

જો નવીન શાળા શરૂ થશે તો બાળકો માટે મોતની લટકતી તલવાર બની શકે છે. તેવું સ્પષ્ટપણે તસ્વીરમાં આપ જોઈ શકો છો. પાયામાં ઠિગડા મારી પોતાનુ પાપ સંતાળવાની કોશિષ કોન્ટ્રાક્ટર દ્રારા જોવામાં આવી હતી. જો આ સમગ્ર મામલે વિજિલેન્સની તપાસ કરવામાં આવે તો 10 લાખ ના સ્કુલના બાંધકામમાં તળિયા થી લઈને બીમ અને દીવાલોમાં જોવા મળ્યો હતો ભ્રષ્ટાચાર. જયારે મીડિયા દ્વારા સમગ્ર મામલે જાત તપાસ કરીને જ માહિતી બહાર લાવવામાં આવી હતી.

ઉપરાંત કામગીરી ખૂબ હલકી ગુણવતા અને થીગડા મારેલા જોવા મળ્યા હતા. આ ગામડાઈ વિસ્તાર અને અભણ હોઈ અહિયા કોન્ટ્રાક્ટરો અને અધિકારી ની મીલીભગત હોય તેવુ સુત્રો દ્રારા માહિતી મળી હતી. અને વધુ માં ખાસ નોંધ લેવા જેવી બાબત તો એ છે કે દાંતા તાલુકામાં ભ્રષ્ટાચાર નંબર વન હોવાની પણ ચાલી રહી છે ચર્ચા.

 

રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here