Tuesday, January 18, 2022
Homeએલર્જિક રાઈનાઈટિસ : મોટાલોકોની સરખામણીએ બાળકોમાં એલર્જીનું જોખમ વધારે
Array

એલર્જિક રાઈનાઈટિસ : મોટાલોકોની સરખામણીએ બાળકોમાં એલર્જીનું જોખમ વધારે

બાળકોમાં શરદી- ઉધરસના લક્ષણ દેખાય તો માતાપિતા અલર્ટ થઈ જાય છે પરંતુ કેટલાક એવા લક્ષણ પણ છે જેને હંમેશાં માતાપિતા સમજી નથી શકતા. જેમ કે, વારંવાર છીંક ખાવી, નાક વહેવું, આંખોમાં ખંજવાળ. આ લક્ષણ એલર્જીના છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને એલર્જિક રાઈનાઈટીસ કહેવામાં આવે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, એ સમજવું જરૂરી છે કે બાળકોને કઈ વસ્તુથી એલર્જી થઈ રહી છે, જેથી તેને બાળકથી દૂર રાખી શકાય.

એલર્જિક રાઈનાઈટીસ શું છે, તેની બાળકો પર શું અસર પડે છે અને તેનાથી કેવી રીતે બચવું, આ સવાલોના જવાબ જાણો ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, ગુરુગ્રામના પીડિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. કૃષ્ણ ચુગ પાસેથી…

શું છે એલર્જિક રાઈનાઈટીસ?

એવી વસ્તુઓ જે બાળકો અને મોટામાં એલર્જીનું કારણ બને છે, તેને એલર્જન કહેવામાં આવે છે. જ્યારે શરીર આવા એલર્જનના સંપર્કમાં આવે છે તો બીમારીથી બચાવતી ઈમ્યુન સિસ્ટમ વધારે ઝડપથી કામ કરવા લાગે છે. પરિણામે પરિસ્થિતિ વધારે ખરાબ થવા લાગે છે. એલર્જસ બહાર જ નહીં ઘરની અંદર પણ હોય છે. હવામાં હાજર પોલ્યુટન્ટ પણ શ્વાસ સંબંધિત એલર્જીનું કારણ બને છે. તે સિવાય હવામાં હાજર પરાગકણ, ઘરમાં ઉપયોગ થતા કેટલાક ખાસ કેમિકલ, ધૂળ, માટી પણ એલર્જીનું કારણ બની શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, 15 વર્ષથી ઓછી ઉંમરના 93 ટકા બાળકો પ્રદૂષિત હવામાં શ્વાસ લે છે. તેનાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. જોખમ એટલા માટે પણ રહે છે કેમ કે બાળકો મોટા લોકોની સરખામણીએ વધારે શ્વાસ લે છે.

આ રીતે જાણો એલર્જીનું કારણ…

એલર્જીનું કારણ શું છે, તે જાણવા માટે સ્કિન પ્રિક ટેસ્ટ કરાવવામાં આવે છે. તે સિવાય બ્લડ ટેસ્ટ પણ કરાવી શકાય
છે. તપાસ રિપોર્ટમાં ખાસ પ્રકારના એલર્જનના પ્રત્યે ઇમ્યુનોગ્લોબ્યુલિન ઈ-એન્ટિબોડીને જોઈને એલર્જીને ઓળખી શકાય છે. તેથી એલર્જિક રાઈનાઈટિસ સંબંધિત લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લેવી. લક્ષણ વાંરવાર દેખાય તો ટેસ્ટ કરાવવો.

બાળકોને એલર્જીથી આ રીતે બચાવો…

એલર્જિક રાઈનાઈટિસના લક્ષણ દેખાવા પર તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ જેથી તેને વધવાથી રોકી શકાય. એલર્જી માત્ર બહારની વસ્તુઓથી જ નહીં, ઘરની વસ્તુઓથી પણ થઈ શકે છે. તેથી કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેમ કે…

ઘરમાં પડદા, કાર્પેટ, સોફાને રેગ્યુલર સાફ કરતા રહેવું. તેમાં રહેલી ધૂળ અને ડસ્ટ માઈટ પણ એલર્જીનું કારણ બની શકે છે.

બેડશીટ અને ઓશિંકાના કવર સમયાંતરે બદલતા રહેવું.

એર કન્ડીશનર અને એર પ્યુરીફાયરના ફિલ્ટરને સાફ કરતા રહો.

ઘરને ચારેય તરફથી બંધ ન કરો. વચ્ચે વચ્ચે બારીઓ ખોલવી.

શહેરમાં પોલ્યુશનનું લેવલ વધવા પર બાળકો બહાર જાય તો તેને માસ્ક જરૂરથી પહેરાવો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular