મોરબી : હળવદ શહેર તથા  ગ્રામ્યની સુવિધા માટે નગરપાલિકાને ફાયર ફાઇટર ની ફાળવણી

0
38
હળવદ નગરપાલિકા પ્રમુખ દ્વારા રજૂઆત કરી હતી જે અનુસંધાને હળવદ નગરપાલિકાને ફાયર ફાઈટરની ફાળવણી કરવામાં આવેલ તે બદલ પાલિકા દ્રારા રાજ્ય સરકારનો આભાર વ્યકત કર્યો.
હળવદ નગરપાલિકાને ફાયર ફાયટર ફાળવવા નિયામક સમક્ષ રજૂઆત  કરી હતી, હળવદ નગરપાલિકા પ્રમુખે સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના નિયામકને પત્ર પાઠવી રજુઆત કરી હતી.
હળવદ શહેરના વિકાસને ધ્યાને લઈને તેમજ નજીકમાં આવેલ રાજ્ય ધોરીમાર્ગ અને નર્મદા કેનાલ સહિતના વિસ્તારમાં સર્જાતા અકસ્માતના બનાવોને પહોંચી વળવા માટે હળવદ નગરપાલિકાને ફાયર ફાયટર ફાળવવા માટેની માંગ કરી હતી.
હળવદ નગરપાલિકા પ્રમુખ હીનાબેન અજયભાઈ રાવલ અને ચીફ ઓફિસર સાગર રાડિયાએ સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના નિયામકને પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે હળવદ એ તાલુકાનું મુખ્ય મથક છે હળવદ શહેરની હાલની વસ્તી ૪૦ હજારની છે તેમજ શહેરની નજીકથી ધ્રાંગધ્રા-માળીયા રાજ્ય ધોરીમાર્ગ તેમજ પાછળ નર્મદા કેનાલ ધરાવતું હોય દિવસે દિવસે વિકસતું અને વિસ્તરતું જાય છે. રાજ્ય ધોરીમાર્ગની બંને બાજુએ છેલ્લા ઘણા વર્ષોથી વાણીજ્યક ઉદ્યોગો જેવા કે સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જીઆઈડીસી, માર્કેટિંગ યાર્ડ, ફેકટરીઓ અને જીનીંગ પ્રોસેસિંગ અને ઓઈલ મિલો આવેલ છે અને રહેણાંક ઝોન વધી ગયા છે આ નગરપાલિકા ક વર્ગની પાલિકામાં સમાવેશ કરેલ છે છતાં સરકાર દ્વારા નગરપાલિકાને આજદિન સુધી ફાયર ફાયટર ફાળવવામાં આવેલ નથી.
જેથી નગરપાલિકાને શહેરી વિસ્તાર કે આજુબાજુના વિસ્તારમાં આગના બનાવો સમયે મોરબી-ધ્રાંગધ્રા અને વાંકાનેર પાસેથી ફાયર ફાયટર મંગાવવા પડે છે જેથી સમયના વ્યય ઉપરાંત અકસ્માત સ્થળે ફાયર ફાયટર મોડું પહોંચતા નુકશાન થાય છે જેથી હળવદ નગરપાલિકાને ફાયર ફાયટરની તાતી જરૂરિયાત હોવાથી મોટા અને નાના ફાયર ફાયટર ફાળવવા રજુઆત કરી હતી જે ધ્યાન માં  રાખી ગુજરાત સરકાર દ્વારહળવદ શહેર  તથા  ગ્રામ્ય  ની  સુવિધા માટે નગરપાલિકા પ્રમુખ હીનાબેન અજયભાઈ રાવલ અને ચીફ ઓફિસર દ્વારા  રજૂઆત કરેલ જે અનુસંધાને  હળવદ નગરપાલિકાને ફાયર ફાઈટરની ફાળવણી કરવામાં આવતા,હળવદ વાસીઓ માં આનંદ લાગણી ફેલાઈ છે, ધણા સમય બાદ ફાયર ફાઈટર ની સુવિધા ઉપલબ્ધ થતા લોકોમમાં આનંદ લાગણી ફેલાઈ છે, ફાઈર ફાઈટર ની ફાળવણી કરવા બદલ હળવદ નગરપાલિકા પ્રમુખ હીનાબેન અજયભાઈ રાવલ ચીફ ઓફિસર  સાગર રાડીયા તેમજ સભ્યો દ્વારા  રાજ્ય સરકાર નો આભાર વ્યકત કર્યો હતો.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here