સુરત : આવતીકાલે ભારત બંધના એલાનમાં ખેડૂતોની સાથે ટ્રેડ યુનિયનો પણ બંધમાં જોડાશે.

0
12

સુરતના ખેડૂતો પણ આવતીકાલે ભારત બંધના એલાનમાં જોડાવા જઈ રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં ઉત્તરભારતના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ વિરોધ પ્રદર્શનને ગુજરાતના ખેડૂતોએ પણ સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. આવતીકાલે ભારત બંધમાં ગુજરાતના 23 પૈકી 17 જેટલી સંસ્થાના ખેડૂતો બંધમાં જોડાનાર છે. સાથે જ ટ્રેડ યુનિયનો પણ જોડાનાર છે. મજદૂરો પણ જોડાઈને બંધને સંપૂર્ણ ટેકો આપશે તેમ કહેતા જયેશ પટેલએ જણાવ્યું કે, આગામી 10મીથી લઈને 12મી સુધીના કાર્યક્રમો આપવામાં આવ્યાં છે. ગાંધીનગર બાદ દિલ્હીમાં પણ વિરોધ કરવામાં આવશે.

વિરોધ પ્રદર્શન કરાશે

આવતીકાલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ગુજરાતના 23 પૈકી 17 જેટલી સંસ્થાના ખેડૂતો બંધના એલાનમાં જોડાશે.ખેડૂત સંઘ દ્વારા બનાવાઈ ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવાઈ છે.તમામ લોકોને બંધના એલાનમા જોડાવવા વિનંતી કરાશે.સુરત જિલ્લાના ખેડૂતો પણ બંધમા જોડાઈ વિરોધ પ્રદશન કરશે.

ખેડૂત સંસદ યોજાશે

જયેશ પટેલ, ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખે જણાવ્યું છે કે, ખેડૂત આંદોલનમાં તમામ સંગઠનો અને મહાજનો પણ સામેલ થયા છે. ચાર કાર્યક્રમો નક્કી કર્યા છે. ભારત બંધના આંદોલનમાં ખેડૂતો, યુનિયનો અને વેપારીઓ પણ જોડાયા છે. જેમાં જડબેસલાક બંધ રહેશે. આગામી 10મીએ ગુજરાતમાં ધરણા, 11મીએ ગાંધીનગરમાં ખેડૂત સંસદ મળશે. 12મીથી દિલ્હી તરફની કૂચ કરવાનું નક્કી કરવામાં આવશે.એપીએમસીના કાયદામાં બદલાના કારણે કોર્પોરેટસ પોતાની મંડી ઉભી કરશે. ટ્રેડ યુનિયનને આનાથી નૂકસાની થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here