Friday, August 6, 2021
Homeઅલ્પેશે ખુદની ઉમેદવારી જાહેર કરતા ભાજપ મોવડીમંડળ ચોંકયુ
Array

અલ્પેશે ખુદની ઉમેદવારી જાહેર કરતા ભાજપ મોવડીમંડળ ચોંકયુ

ગુજરાતમાં આગામી તા.21 ઓકટોબરના યોજાનારી ધારાસભાની છ બેઠકો પેટા ચૂંટણી માટેના નામોની ચર્ચા ગુજરાત ભાજપ પાર્લીયામેન્ટ્રી બોર્ડ કરીને નામોની ‘પેનલ’ દિલ્હી મોકલી હોવાનું અને આ નામોની આખરી પસંદગી માટે ઉમેદવારોના નામ જાહેર કરાશે તેવી પક્ષ દ્વારા લેવાતી સતાવાર લાઈન વચ્ચે રાધનપુર બેઠક પર ભાજપના સંભવિત ઉમેદવાર અલ્પેશ ઠાકોર ખુદને આ બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરીને ભાજપ મોવડીમંડળને સ્તબ્ધ કરી દીધુ છે.

એક ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં જાહેર કર્યું કે હું ભાજપની ટિકીટ પર રાધનપુર ધારાસભા બેઠક લડી રહ્યું છે અને તા.30ના રોજ મારી ઉમેદવારી નોંધાવીશ. અલ્પેશની આ જાહેરાત પર ભાજપના તમામ નેતાઓ પ્રતિભાવ આપવાનું ટાળી રહ્યા છે. પક્ષ દ્વારા ઉમેદવારોના નામ દિલ્હીથી જ જાહેર થાય તેવી પ્રણાલી છે પણ કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશે ખુદને રાધનપુરના ઉમેદવાર જાહેર કરી દેતા પક્ષમાં ચર્ચા છે કે અલ્પેશે પહેલો પરચો આપી દીધો છે. અગાઉ તેઓ કોંગ્રેસમાં હતા તે સમયે જ સ્થાનિક નેતૃત્વની અલગ મોતનું રાજકારણ ચલાવતા હતા.
હવે બીજી તરફ રાધનપુર બેઠક પર ત્રિપાંખીયો જંગ થાય તેવી ધારણા છે.
આ બેઠક પર એનસીપીએ કાલે તેના ઉજ્ઞદેવાર જાહેર કર્યા છે અને કોંગ્રેસના સીંધી નેતા ફરજીભાઈ ગોકલાણીને ઉમેદવાર જાહેર કરીને પડકાર ફેકયો છે. માનવામાં આવે છેકે એનસીપીના ગુજરાત મંડળના વડા શંકરસિંહ વાઘેલા તેમના પુત્ર મહેન્દ્ર વાઘેલાને બાયડ ધારાસભા બેઠક લડાવવા માંગે છે.
જો કોંગ્રેસ તેને ટેકો આપે તે ઈચ્છે છે. આથી બાપુએ રાધનપુરમાં જયાં કોંગ્રેસ પક્ષ તેના જ પુર્વ નેતા અલ્પેશને હરાવવા તમામ તાકાત લગાવશે ત્યાં એનસીપી તેને નબળી બનાવી શકે છે. તેઓ સંદેશો મોકલી બાયડ બેઠક પર ટેકો મેળવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments