Tuesday, September 21, 2021
Home5 જુલાઈ પહેલા અલ્પેશ ઠાકોર-ધવલસિંહ ભાજપમાં જશે, ઓક્ટો.માં 8 વિધાનસભાની પેટાચૂંટણી થઈ...
Array

5 જુલાઈ પહેલા અલ્પેશ ઠાકોર-ધવલસિંહ ભાજપમાં જશે, ઓક્ટો.માં 8 વિધાનસભાની પેટાચૂંટણી થઈ શકે

અમદાવાદઃ ગુજરાતમાં પાંચમી જુલાઈના રોજ રાજ્યસભાની બે બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈ કોંગ્રેસ તેના તમામ 71 ધારાસભ્યોને વ્હીપ આપશે. આ સંજોગોમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર જો વ્હીપનો અનાદર કરીને ભાજપના ઉમેદવારને મત આપે તો 6 વર્ષ માટે તે ગેરલાયક ઠરશે. તેથી અલ્પેશ ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા 5 જુલાઈ સુધીમાં ભાજપમાં જોડાશે અને આ બન્ને ધારાસભ્યોની ખાલી પડનારી બન્ને બેઠકોની પેટાચૂંટણી અન્ય 6 પેટાચૂંટણી સાથે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાશે. ભાજપ પણ સ્થાનિક સ્વરાજની હાલની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ વિધાનસભાની પેટાચૂંટણી પણ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરાવવા રણનીતિ ઘડી રહ્યો છે.

કઈ કઈ બેઠકો પર પેટાચૂંટણી થઈ શકે
ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની પેટાચૂંટણી દિવાળી પહેલા યોજાઈ એવી શક્યતાઓ છે, ત્યારે આ પેટાચૂંટણીની સાથે રાધનપુર અને બાયડ વિધાનસભાની પેટાચૂંટણી પણ થાય તે દિશામાં ભાજપ પ્રયાસો કરી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં ભાજપના ચાર ધારાસભ્યોનો વિજય થતાં અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડા બેઠક ખાલી થઈ છે. જ્યારે મોરવા હડફ બેઠક પરથી ભૂપેન્દ્ર ખાંટનું ધારાસભ્ય પદ રદ થતા આ બેઠક પણ ખાલી પડી છે. આ સિવાય હાઈકોર્ટે દ્વારકા વિધાનસભા ચૂંટણી પણ રદ કરી છે. આમ રાજ્યમાં કુલ 8 વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની શક્યતા છે.

રૂપાણી શાસનમાં દર 6 મહિને વિધાનસભાની પેટાચૂંટણી
2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-99, કોંગ્રેસ-77, એનસીપી-1, બીટીપી-2 અને અપક્ષને 3 બેઠકો મળી હતી. ત્યાર બાદ જુલાઈ 2018માં કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા માત્ર એક વર્ષના ગાળામાં જ ડિસેમ્બર 2018માં જસદણ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ ગત ફેબ્રુઆરીમાં ઉંઝામાંથી આશા પટેલે રાજીનામું આપ્યું અને માર્ચમાં માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા અને જામનગર(ગ્રામ્ય)ના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામાં આપી દેતા લોકસભાની સાથે 4 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચારેય બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. હવે ઓક્ટોબર-નવેમ્બરમાં પણ પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે રૂપાણી શાસનમાં કુલ ત્રણ વાર પેટાચૂંટણી થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments