જયા બચ્ચન પર ભડક્યા અમર સિંહ કહ્યુ, ‘પતિને કહો જુમ્મા ચુમ્મા દે દે ના કરે’

0
87

એક વાર ફરીથી અમર સિંહે રાજ્યસભા સભ્ય જયા બચ્ચન પર જોરદાર નિશાન સાધ્યુ છે. માત્ર જયા બચ્ચન જ નહિ પરંતુ તેમણે આખા બચ્ચન પરિવાર પર તીખો હુમલો કર્યો છે. તેમણે બચ્ચન પરિવાર વિશે એક વીડિયો બનાવ્યો છે કે જે હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અમર સિંહે પોતાના વીડિયોમાં પોતાના ફેસબુક અને ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે.

જયા બચ્ચન પર ભડક્યા અમર સિંહ કહ્યુ, ‘પતિને કહો જુમ્મા ચુમ્મા દે દે ના કરે’
અમર સિંહે સાધ્યુ બચ્ચન પરિવાર પર નિશાન

વીડિયોમાં અમર સિંહ કહી રહ્યા છે કે હાલમાં દેશમાં ખૂબ જ વિચિત્ર માહોલ છે. કાલે રાજ્યસભામાં મારા જૂના સાથી (જયા બચ્ચન), જે હવે સાથી નથી, મહિલાઓ વિશે બહુ પીડાથી બોલી રહ્યા હતા, એ કહી રહ્યા હતા કે ટેકનિકલ આંદોલનને તમે નથી રોકી શકતા, પોર્નોગ્રાફી કે ચલચિત્રોના ગંદા પરિદ્રશ્ય જો તમે ટીવીમાં જોતા હોય તો રિમોટ તમારા હાથમાં છે, રિમોટ દબાવી દેજો બધુ ઠીક થઈ જશે, તેમણે એ પણ કહ્યુ કે મારી પણ દીકરી છે.

જયા બચ્ચન પર ભડક્યા અમર સિંહ કહ્યુ, ‘પતિને કહો જુમ્મા ચુમ્મા દે દે ના કરે’
‘પતિને કહો જુમ્મા-ચુમ્મા દે દે ન કરે’

તો હું એમને એ જ કહેવા ઈચ્છુ છુ કે જયાજી, તમે મા છો, પત્ની છો, મા અને પુત્નીના હાથમા સામાજિક રિમોટ હોય છે, તમે તમારા પતિ (અમિતાભ બચ્ચન)ને કેમ નથી કહેતા કે ‘જુમ્મા ચુમ્મા દે દે ના કરે, તમે તમારા પતિને કેમ નથી કહેતા કે વરસાદમાં પલડતી હીરોઈન સાથે આજ રપટ જાયે ના કરે, તમે પોતાની પુત્રવધુને કેમ નથી કહેતા કે ‘એ દિલ હે મુશ્કિલ’ ફિલ્મમાં જે પરિદ્રશ્ય તેમણે કર્યા છે એ ના કરે. તમે પોતાના પુત્રને કેમ નથી કહેતા કે યશ ચોપડાની ‘ધૂમ’માં હીરોઈન લગભગ નગ્ન થઈ જાય છે, તેને ના ચોટે.’

અમર સિંહના આ નિવેદન પર લોકો તેમાંથી મજા લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે તમે એ વખતે બચ્ચન પરિવાર પર કંઈક કેમ ન કહ્યુ જ્યારે તમે તેમની નજીક હતી. હાલમાં તમને જણાવી દઈએકે આ કોઈ પહેલી વાર નથી જ્યારે અમર સિંહે આ રીતે બચ્ચન પરિવાર પર કટાક્ષ કર્યો છે. આ પહેલા પણ તે ઘણી વાર જયા બચ્ચન સહિત સમગ્ર પરિવાર પર કટાક્ષ કરી ચૂક્યા છે. તેમનુ કહેવુ છે કે જયા બચ્ચનના કારણે જ અમિતાભે તેમની દોસ્તીની કદર ના કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here