અમરનાથ યાત્રા : 28 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા, બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી

0
6

બાબા બર્ફાની એટલે કે અમરનાથના દર્શન માટે યાત્રા 28 જૂનથી શરૂ થવા જઈ રહી છે. દરમિયાન શિવલિંગની પહેલી તસવીર સામે આવી છે. અમરનાથ ગુફામાં ઠંડીના સમયે બનેલા શિવલિંગની પહેલી તસવીર સામે આવી છે. આ વર્ષે શિવલિંગનું કદ ઘણુ મોટું છે. બાબા અમરનાથની પહેલી તસવીર જે સામે આવી છે તેમા શિવલિંગનું સંપૂર્ણ સ્વરૂપ દેખાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ શિવલિંગ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બને છે, જેમના દર્શન માટે શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા પર જાય છે. 56 દિવસ સુધી ચાલનારી આ યાત્રા પહલગામ અને બાલટાલના માર્ગે 28 જૂનથી શરૂ થશે. આ યાત્રા 22 ઓગસ્ટના રોજ પૂરી થશે.

રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ
અત્રે ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન 1લી એપ્રિલથી શરૂ થઈ જાય છે. સમગ્ર દેશમાં રજિસ્ટ્રેશન 446 બેન્ક શાખા મારફતે કરી શકાય છે. તેમા પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ-કાશ્મીર બેન્ક અને યસ બેન્ક વગેરેની શાખાઓનો સમાવેશ થાય છે. યાત્રા માટે મેડિકલ સર્ટીફિકેટ ખૂબ જ જરૂરી છે. કારણ કે ગુફા ખૂબ જ ઉંચાઈ પર આવેલી છે અને યાજ્ઞા ઘણી મુશ્કેલ માનવામાં આવે છે. યાત્રાને લગતી જાણકારી બોર્ડની વેબસાઈટ પર આપવામાં આવી છે. યાત્રાને લગતી વધુ માહિતી બોર્ડની વેબસાઈટ www.shriamarnathjishrine.com પરથી મેળવી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here