અમરનાથના લાઈવ દર્શન આજથી, યાત્રાને પરવાનગી મળી તો રોજ 500 શ્રદ્ધાળુઓ ગુફા સુધી જઈ શકશે

0
16

જમ્મુ. પ્રથમ વખત અમરનાથની વિશેષ પૂજાનું લાઈવ પ્રસારણ રવિવારે સવારે 7.30 વાગ્યાથી થઈ રહ્યું છે. પ્રસારણ 3 ઓગસ્ટ સુધી એટલે કે રક્ષાબંધન સુધી ચાલુ રહેશે. તેના માટે દુરદર્શનની 15 લોકોની ટીમ ગુફા પરિસરમાં રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ રવિવારે થનારી વિશેષ પૂજામાં લે.ગવર્નર ગિરીશ ચંદર મૂર્મ પણ હાજર રહેશે. કોરોના સંક્રમણની અસર અમરનાથ યાત્રા પર પણ પડી છે.

ગત વર્ષે 2 ઓગસ્ટે માર્ગમાં વિસ્ફોટક મળ્યા બાદ યાત્રાને રોકવામાં આવી હતી. 3.42 લાખ લોકોએ દર્શન કર્યા હતા. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના ચેરમેન ગિરીશ ચંદર મૂર્મૂની અધ્યક્ષતામાં યાત્રાના સ્વરૂપ પર એક-બે દિવસમાં નિર્ણય થાય તેવી શકયતા છે. જોકે પ્રશાસને કહ્યું છે કે આ વખત યાત્રા પર ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. જો યાત્રાની પરવાનગી મળશે તો તે બાલટાલના રસ્તે જ થશે.

પહલગામના પારંપરિક રસ્તાથી યાત્રા થશે. બાલટાલવાળા રસ્તામાં 16 કિમીનું ચઢાણ છે. આ રસ્તાથી યાત્રાળુઓ એકથી બે દિવસમાં દર્શન કરીને પરત ફરી શકે છે. પ્રત્યેક દિવસે અમરનાથ ગુફા સુધી માત્ર 500 યાત્રાળુઓને જ જવાની પરવાનગી મળશે. બાલટાલ માર્ગમાં ચાર હેલીપેડ અને બેસ કેમ્પ તૈયાર થઈ ગયા છે. સૂત્રોનું કહેવું છે કે આ વખતે હેલિકોપ્ટર દ્વારા પણ યાત્રા કરાવવામાં આવી શકે છે.

જુલાઈના અંતમાં 15 દિવસ માટે મુસાફરી શકય છે

અમરનાથ ગુફા 3880 ફીટ ઉંચાઈ  પર આવેલી છે. દર વર્ષે બે માર્ગ અનંતનાગથી પહલગામ અને ગાંદેરબલના બાલટાલથી યાત્રા શરૂ થાય છે. સૂત્રોનું કહેવું છે કે અમરનાથ શ્રાઈન બોર્ડ જુલાઈના અંતમાં 15 દિવસ માટે યાત્રા કરાવવાનું આયોજન બનાવી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરથી આવનારનો કોરોના ટેસ્ટ થશે

ચીફ સેક્રેટરી બીવીઆર સુબ્રમણ્યમ યાત્રાના સ્વરૂપ પર કામ કરી રહ્યાં છે. તેમણે વૈકલ્પિક માર્ગ નીલગ્રથથી બાલટાલમાં ચાલી રહેલા રહેલ કાર્યોની મુલાકાત લીધી છે. તેમણે ફુટ બ્રિજ, બેલી બ્રિજ, મીલના પથ્થરનું નિર્માણ, બાલ્ટલ બેસ કેમ્પથી ડોમેલ સુધીના 1.25 કિમીના રસ્તા પર ચાલી રહેલા કામની પણ સમીક્ષા કરી હતી. તેમનું કહેવું છે કે હાલની સ્થિતિને જોતા યાત્રા પર સખ્ત નિયમ લાગુ રહેશે. કોરોના વધવાથી રાજ્યમાં આવનાર દરેક વ્યક્તિનો ટેસ્ટ કરાવવો જરૂરી છે. જ્યાં સુધી ટેસ્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી લોકોએ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રહેવું પડશે.

કાશ્મીરના 10માંથી 9 જિલ્લા કોરોનાના રેડ ઝોનમાં 

પ્રશાસને યાત્રાના માર્ગ પર તૈનાત સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ડોક્ટરોને પુરતા પ્રમાણમાં પીપીઈ કિટ અને અન્ય વસ્તુઓ ઉપલબ્ધ કરાવી છે. ચીફ સેક્રેટરીએ કહ્યું કે કાશ્મીરના 10માંથી 9 જિલ્લા કોરોનાના રેડ ઝોનમાં છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં 8019 કોરોના સંક્રમિત મળ્યા છે. તેમાંથી 2825 એક્ટિવ કેસ છે. 127ના મોત થયા છે. મેડિકલ સ્ટાફ વ્યસ્ત છે. યાત્રા માટે બીજા રાજ્યોમાંથી પણ ડોક્ટરને બોલાવવામાં આવતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here