રાજકોટ : વીંછિયાનાં અમરાપુર ગામે ઝેરી ચીભડું ખાઇ જતાં બાળકીનું મોત, પરિવારમાં શોક

0
23

રાજકોટ:વીંછિયા તાલુકાના અમરાપુર ગામે રમતા રમતા ઝેરી ચિભડું ખાઇ ગયેલી માસુમ બાળકીને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેને લઈને પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

બાળકીનું સિવિલ હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન મોત નિપજ્યું

પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર વિંછીયા તાલુકાના અમરાપુર ગામે રહેતા અને ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા જસમતભાઇ વાછાણી નામના કોળી યુવાનની નવ વર્ષની માસુમ બાળકી વૈશાલીબેન વાછાણી પોતાની વાડીએ રમતા રમતા ઝેરી ચીભડું ખાઇ ગઇ હતી. માસુમ બાળકીને ઝેરી અસર થતા તેણીને બેભાન હાલતમાં સારવાર માટે વિંછીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા માસુમ બાળકીની તબીયત વધુ ગંભીર જણાતા તેણીને વધુ સારવાર માટે રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીએ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here