Railwaysનો કમાલનો જુગાડ, આ રીતે લેમ્પ બોક્સથી કોરોના મુક્ત થઈ જશે Train Ticket અને નોટ

0
0

કોરોના કાળ ભલે મુશ્કેલી લઈને આવ્યો હોય પરંતુ આ ખરાબ સમયમાં પણ ઘણા એવા લોકો છે જે પોતાના હુનરથી આ મુશ્કેલીઓનો સામનો કરી શકે છે. આવું જ કરી બતાવ્યું છે જબલપુર રેલ મંડળના કટની ડીઝલ શેડના કર્મચારીઓએ. તેમણે જુગાડ ટેકનિકથી એક એવો લેમ્પ બોક્સ તૈયાર કર્યો છે જેની મદદથી ટ્રેનની ટિકિટ અને નોટ, બન્ને 99 ટકા સુધી સંક્રમણ મુક્ત થઈ જાય છે. આ બોક્સને પ્રયોગ માટે કટની રેલવે (Railways) સ્ટેશનની ટિકિટ કાઉન્ટર પર લગાવવામાં આવ્યું છે જ્યાં યાત્રીને આ બોક્સમાં મુકીને ટિકિટ આપવામાં આવશે અને આ બોક્સમાં રાખીને જ રોકડ પૈસા લેવામાં આવે છે.

15 સેકન્ડમાં વાયરસ ખતમ કરે છે મશીન

જબલપુર મંડળના કટનીમાં ડીઝલ શેડમાં ટ્રેનોમાંથી નિકળતો એવો ઘણો ભંગાર છે જેની મદદથી કોરોના કાળમાં ઘણો સામાન તૈયાર કરવામાં આવ્યો છે. કેશ સેનિટાઈઝર મશીન પણ તેનું જ એક જીવતુ જાગતુ ઉદાહરણ છે. આ મશીનમાં ડિઝલ શેડ દ્વારા એક યુવીસી લેમ્પ લગાવવામાં આવ્યો છે. જેમાંથી નિકળતા કિરણો ખતરનાક વાયરસ, જીવાણુંઓને 99.9 ટકા ખતમ કરી દે છે. આ મશીનમાં લાકડીના ડબ્બામાં 11 વોટનો યુવીસી લેમ્પ અને સ્લાઈડિંગ ટ્રે લગાવવામાં આવ્યા છે. તેમાં લગાવવામાં આવતા ટાઈમરની મદદથી 15 સેકન્ડમાં તેમાં રાખવામાં આવેલા નોટ-ટિકિટ અથવા લેટરમાંથી કિરણોની મદદથી વાયરસ ખતમ કરી દેવામાં આવે છે.

દરેક ટિકિટ કાઉન્ટર પર કરવામાં આવે છે આ રિતનો ઉપયોગ

જબલપુર રેલ મંડળના સીનીયર ડીસીએમ મનોજ ગુપ્તાના અનુસાર, આ મશીનનો ઉપયોગ દરેક પાયલટ પ્રોજેક્ટના રીતે એક ટિકિટ કાઉન્ટર પર કરવામાં આવ્યો છે. જો તેના દ્વારા સારૂ પરિણામ સામે આવશે તો તેને દરેક આરક્ષણ કેન્દ્રના ટિકિટ કાઉન્ટર પર લગાવવામાં આવશે. તેની સાથે જ આ પાર્સલ રૂમ, સ્ટેશનના ડાકઘરથી લઈને એ કાર્યાલયમાં લગાવવામાં આવશે જ્યાં રોકડ અને કાગળોનું વધારે કામ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here