બિઝનેસ : ઈ-કોમર્સ કંપની Amazon, Flipkart 20 એપ્રિલ બાદ સંપૂર્ણ રીતે શરૂ થાય તેવી શકયતા, સરકારની અસ્પષ્ટ ગાઈડલાઈને ગૂંચવયો મામલો

0
9

નવી દિલ્હી. ફ્લિપકાર્ટ, એમેઝોન અને પેટીએમ મોલ જેવી ઓનલાઈન રિટેલ કંપનીઓ 20 એપ્રિલ બાદ તેમનો કારોબાર સંપૂર્ણ રીતે ચાલુ કરવાની તૈયાર કરી રહી છે. જોકે સરકારે એ અંગે સ્પષ્ટતા કરી નથી કે ઈ-કોમર્સ કંપનીઓને તમામ પ્રકારના સામાનના સપ્લાઈની પરવાનગી હશે કે માત્ર જરૂરી સામાનની. આ બાબતને લઈને કંપનીઓ ગૃહ મંત્રાલયના સ્પષ્ટીકરણની રાહ જઈ રહી છે.

બુધવારે ગુૃહ મંત્રાલયે એક ગાઈડલાઈન બહાર પાડી હતી

મંત્રાલયે બુધવારે તેની ગાઈડલાઈડમાં કહ્યું કે 20 એપ્રિલથી આ પ્રકારની સર્વિસ એ વિસ્તારમાં શરૂ કરવામાં આવશે જે કોરોનાના હોટસ્પોટ નથી. તેના પગલે હવે કંપનીઓ તેમનું કામ સંપુર્ણ રીતે શરૂ કરવાની તૈયારી કરી રહી છે. બુધવારે ગુૃહ મંત્રાલયે એક ગાઈડલાઈન બહાર પાડી હતી. તેમાં કેટલીક સેવાઓ માટે શરત સાથે છુટ આપવામાં આવી  છે, જેથી કરીને રોજિંદી ચીજોનો સપ્લાઈ ચાલુ રહે. આમ તો લોકડાઉનને વધારીને 3 મે સુધી કરવામાં આવ્યુ છે. આ પ્રકારની સેવાઓ બંધ થવાથી લોકોને ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે, તેના કારણે સરકારે આ નિર્ણય લીધો છે

ઈ-કોમર્સ કંપનીઓને પરવાનગી 

વ્યાવસાયિક અને ખાનગી સંસ્થાઓ વિશે એક ઉપખંડમાં મંત્રાલયે કહ્યું કે ઈ-કોમર્સ કંપનીઓને કારોબાર શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઈ-કોમર્સ કંપનીઓની ગાડીઓને જરૂરી પરવાનગી  સાથે અવર-જવરની પરવાનગી હશે. તેમાં એવું ક્યાંય કહેવામાં આવ્યું નથી કે ઈ-કોમર્સ કંપનીઓને માત્ર જરૂરી સામાનની અવર-જવર કરવાની પરવાનગી છે, હવે આ અંગે એક એવો સવાલ સર્જાયો છે શું તે બિનજરૂરી સામાન એટલે કે બુક્સ, ઈલેક્ટ્રોનિક્સ જેવા બીજા સામનનો પણ સપ્લાઈ કરી શકશે કે નહિ.

દિલ્હીમાં પિત્ઝા બોયને કોરોના પોઝિટિવ આવ્યો

દિલ્હીમાં એક ફુડ ડિલિવરી કરનાર વ્યક્તિને કોરોનાવાઈરસ પોઝિટિવ આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. તે પછી 70થી વધુ પરિવારોને ક્વારન્ટીન કરવામાં આવ્યા છે. આ સિવાય કેટલાક કર્મચારીઓન પણ ક્વારન્ટીન કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here