એમેઝોન: ભારતીયો વિદ્યાર્થીઓને કમ્પ્યુટર સાયન્સનું કોચિંગ આપશે , 100 વિદ્યાર્થીઓને 7.32 લાખની સ્કોલરશિપ મળશે

0
5

એમેઝોન ભારતમાં પોતાના ફ્યુચર એન્જિનિયર પ્રોગ્રામ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. તેમાં જોબ પોસ્ટિંગ ટિપ્સ સામેલ છે. કંપનીએ આ પ્રોગ્રામની શરૂઆત ગયા વર્ષે અમેરિકામાં કરી હતી. તેનો હેતુ કમ્પ્યુટર સાયન્સ ક્લાસની મદદથી વિદ્યાર્થીઓને કોડિંગ અને કમ્પ્યુટર વિશે જ્ઞાન આપવાનો છે. હાલ કંપની એમેઝોન ફ્યુચર એન્જિનિયર પ્રોગ્રામ લીડ કરવા માટે મેનેજર હાયર કરી રહી છે.

એમેઝોનના CEO જેફ બેઝોસે આ વર્ષે જાન્યુઆરીમાં કહ્યું હતું કે તેઓ ભારતમાં નાના અને મધ્યમ વેપારને ડિજિટલ બનાવવા માટે 1 બિલિયન ડોલર (આશરે 7000 કરોડ રૂપિયા કરતાં પણ વધારે)નું રોકાણ કરશે. 21મી સદીમાં ભારત-અમેરિકા ગઠબંધન સૌથી મહત્ત્વપૂર્ણ રહેશે.

બેંગલોરમાં હેડક્વાર્ટર

રિપોર્ટ અનુસાર, એમેઝોન 2021માં ભારતમાં ફ્યુચર એન્જિનયર પ્રોગ્રામ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. ભારતમાં એમેઝોન ફ્યુચર એન્જિનિયર માટે રિસર્ચ ચાલી રહ્યું છે. તેના માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલું છે. ભારતીય વિદ્યાર્થીઓની આવશ્યકતા પૂરી કરવા માટે આ પ્રોગ્રામ છે. તેના માટે કંપનીનું હેડક્વાર્ટર બેંગલોરમાં હશે.

એમેઝોન દ્વારા શેર કરવામાં આવેલા ડેટા પ્રમાણે, અમેરિકામાં 5000થી વધારે સ્કૂલ અને 5.50 લાખ વિદ્યાર્થીઓ સુધી એમેઝોનનો આ પ્રોગ્રામ પહોંચ્યો છે.

100 વિદ્યાર્થીઓને 7.32 લાખની સ્કોલરશિપ મળશે

એમેઝોન ફ્યુચર એન્જિયનર પ્રોગ્રામનો હેતુ દર વર્ષે એવા વિદ્યાર્થીઓનો વિકાસ કરવાનો છે જેઓ અન્ડર પ્રેઝન્ટેડ અને અન્ડર સર્વ્ડ છે. તેના માટે 100 વિદ્યાર્થીઓને દર વર્ષે 10,000 ડોલર (આશરે 7.32 લાખ રૂપિયા)ની સ્કોલરશિપ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે તેમને કોલેજના પ્રથમ વર્ષમાં પેઈડ ઈન્ટર્નશિપ પણ મળશે.

એમેઝોને અગાઉ 6.5 બિલિયન ડોલર (આશરે 47,586 કરોડ રૂપિયા)થી વધારે રોકાણ કરવાની જાહેરાત કરી છે. તેમાં આ વર્ષે કંપની 1 બિલિયન ડોલરનું રોકાણ કરશે. એમેઝોને 2025 સુધી દેશમાં લાખો નોકરી આપવાની વાત પણ કહી છે.

એમેઝોને JEE રેડી લોન્ચ કરી

ગત વર્ષે જુલાઈમાં એમેઝોને JEE રેડી એપ લોન્ચ કરી હતી. તેને હાલ એમેઝોન એકેડેમી નામ અપાયું છે. આ એપ IIT-JEEની તૈયારી માટે વિદ્યાર્થીઓની મદદ કરે છે. યુનિસેફના ડેટા પ્રમાણે, દેશમાં 1.5 મિલિયનથી વધારે સ્કૂલ અને 250 મિલિયન બાળકો છે.

ગૂગલ અને માઈક્રોસોફ્ટ પર આ જ રસ્તે

એમેઝોનની જેમ ગૂગલ અને માઈક્રોસોફ્ટ પણ ઘણા સમયથી વિદ્યાર્થીઓ માટે રુચિ દર્શાવી રહી છે. ફેસબુકે આ વર્ષની શરૂઆતમાં એડ્યુકેટ સ્ટાર્ટ અપ અનએકેડેમીમાં રોકાણ કર્યું છે. તો CBSE સાથે મળી વિદ્યાર્થીઓ માટે ડિજિટલ સેફ્ટી અને ઓગમેન્ટેડ રિયાલિટી પ્લેટફોર્મ આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here