અમેઝોન તેના ફ્રન્ટ લાઈન વર્કર્સને આપશે ‘થેંક યુ બોનસ’, કર્મચારીઓને ભેટ સ્વરૂપ રૂ. 3,700 કરોડ મળશે

0
4

વોશિંગ્ટન. ઇ-કોમર્સ કંપની એમેઝોન તેના ફ્રન્ટ લાઇન વર્કર્સને બોનસ તરીકે 500 મિલિયન ડોલર (અંદાજે 3700 કરોડ રૂપિયા)નું વિતરણ કરશે. આ એવા કામદારો હશે જેમણે જૂનમાં આખા મહિના માટે કંપની સાથે કામ કર્યું છે. આ બોનસનું નામ ‘થેંક યુ બોનસ’ રાખવામાં આવ્યું છે. એમેઝોનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ડેવ ક્લાર્કે જણાવ્યું છે કે અમારી ફ્રન્ટ લાઇન ઓપરેશન ટીમો છેલ્લા કેટલાક મહિનાથી પ્રતિકૂળ પરિસ્થિતિમાં કામ કરી રહી છે. આ બોનસ આ કામદારોનો અમારા તરફથી આભાર સ્વરૂપ ભેટ છે.

બોનસ કોને અને કેટલું મળશે?

કંપનીએ આપેલી માહિતી પ્રમાણે કંપની ફુલ ટાઈમ વેરહાઉસ, હોલસેલ ફૂડ એન્ડ ડિલિવરી વર્કર્સને 500 ડોલરનું બોનસ આપશે. પાર્ટ ટાઈમ કામદારોને 250 ડોલરનું બોનસ મળશે, જ્યારે ફ્લેક્સ ડ્રાઇવરો કે જેઓ એમેઝોન માટે પેકેજીસ પહોંચાડે છે તેમને 150 ડોલર પ્રાપ્ત થશે (જો તેઓએ જૂનમાં 10 કલાકથી વધુ કામ કર્યું હશે તો). આ ઉપરાંત, ફૂડ સ્ટોર્સના સંચાલકોને 1,000 ડોલર બોનસ મળશે અને એમેઝોનની ડિલિવરી સર્વિસના થર્ડ પાર્ટી માલિકોને 3,000 ડોલરનું બોનસ મળશે.