અંબાજી: અંબાજીમાં એનએસયુઆઇ દ્વારા મંગળવારે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના નાયબ મામલતદારને અંબાજીના હિત માટે તેમજ સરકાર દ્વારા માં અંબાનું સ્ટેચ્યુ બનાવી સરકારના ભંડોળનો દુરુપયોગ ન થાય તે માટે આવેદનપત્ર આપ્યું હતું.
અંબાજીમાં નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI) દ્વારા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના નાયબ મામલતદારને અંબાજીના હિત માટે તેમજ સરકાર દ્વારા માં અંબાનું સ્ટેચ્યુ બનાવી સરકારના ભંડોળનો દુરુપયોગ થઇ ન થાય એ બાબતે મંગળવારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ લોકઉપયોગી જરૂરિયાત પૂરી પાડી અંબાજીને વિકસિત કરે અને અંબાજી મંદિરમાં આવતા નાણાંનો દુરુપયોગ ના કરે તે અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં દાંતા તાલુકા પ્રમુખ ભવાનીસિંહ રાઠોડ, બ.કાં જિલ્લા મહામંત્રી સંજય યાદવ અને એનએસયુઆઇના કાર્યકર્તા હાજર રહ્યા હતા.
Array
અંબાજી : માતાજીનું સ્ટેચ્યૂ બનાવી નાણાંનો દુરૂપયોગ ન કરવા N.S.U.I દ્વારા આવેદન
- Advertisement -
- Advertisment -