અંબાજી : ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓના ભાગ રૂપે બેઠક યોજાઇ

0
0
આગામી 8 તારીખ થી શરૂ થતાં જગવિખ્યાત માં અંબાજીના મહામેળાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે આજે અંબાજી પરિસર ખાતે ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓના ભાગ રૂપે બેઠક યોજાઇ હતી…
શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે જગત જનની માં અંબાનું ધામ.આગામી આઠ તારીખ થી શરૂ થનાર ભાદરવી પૂનમના મહામેળા ની બનાસકાંઠા જિલ્લા તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ કરી દેવામાં આવી છે ખાસ કરીને આ વર્ષે અંબાજી મેળા દરમ્યાન ભાદરવી મહામેળો પ્લાસ્ટિક મુક્ત ઉજવીએ અને પર્યાવરણ બચાવો માં અંબાના આશીર્વાદ મેળવો જેવા સૂત્રોચ્ચાર સાથે આ મેળાની શરૂવાત કરવામાં આવશે. ભાદરવી પૂનમના મેળા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્તબંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવી છે.ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર ની અધ્યક્ષતામાં તમામ તૈયારીઓ સાથે પ્રેસકોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અંબાજી મેળાને લગતા વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જીલ્લા કલેક્ટર સંદીપ સાગલે, બનાસકાંઠા જિલ્લા ડી એસ પી અજિત રાજીયાણી, જિલ્લા પુરવઠા અધિકારી એચ એમ ચાવડા વગેરે અધિકારીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, અંબાજી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here