બનાસકાંઠા : સતત વરસી રહેલા વરસાદ ના પગલે અંબાજી અને દાંતા વચ્ચે માર્ગ પર ભેખડો ધસી પડી

0
68

 

 

અંબાજી દાંતા પંથક માં છેલ્લા 24 કલાક અવિરત ધીમીધારે વરસાદ વરસી રહ્યો  છે  હજી પણ અવિરત પણે વરસાદ વરસી રહ્યા છે ને નદી નાળા ઓ પણ વહેતા થયા થે ને સતત વરસી રહેલા વરસાદ ના  પગલે અંબાજી દાંતા વચ્ચે માર્ગ પર ભેખડો ધસી પડવાની ઘટના બનવા પામી છે.

 

 

 

અંબાજી દાંતા વચ્ચે હાલ ચારમાર્ગીય રસ્તો બનાવની કામગીરી ચાલી રહી છે જેમાં કાપવામાં આવેલા ડુંગરો પોચા થઈ જતા આ ભુસ્ખલન થવા પામ્યું છે  ને તેવા માં માર્ગ અવરોદાતા વાહન ચાલકો ને પણ મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો જેને લઈ  રોડ બનાવતી કમ્પની ના માણસો દ્વારા દોડતા થયા હતા ને  રોડ ઉપર ધસી આવેલી માટી દૂર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી  ને કેટલીક જગ્યા એ વૃક્ષો પણ ધરાસાહિ થયા હતા તેમને હાલ હટાવી લેવા માં આવ્યા છે.

 

હજી કેટલાક જોખમી વૃક્ષો પહાડ ઉપર જોવા મળી રહ્યા છે તે પણ ગમે ત્યારે પડે તેવી શકયતા સેવાઇ રહી છે ત્યારે થોડા દિવસો બાદ ભાદરવી પુનમ નો મેળો અંબાજી ખાતે ભરાનાર છે  પહેલા આ ડુંગરો ને સલામત રીતે જાળી ની બાંધવામાં આવે તે જરુરી બન્યુ છે.

 

અહેવાલ : ગિરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here