Tuesday, January 18, 2022
Homeકોરોના વાયરસની સ્થિતિને ધ્યાને લઇ અંબાજી મંદિર 12 મે સુધી દર્શનાર્થીઓ માટે...
Array

કોરોના વાયરસની સ્થિતિને ધ્યાને લઇ અંબાજી મંદિર 12 મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

સમગ્ર દેશ કોરોના કોવિડ-૧૯ વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી આનંદ પટેલે તા.5 મે થી આગામી તા.12 મે સુધી અંબાજી મંદિર અને તેને સંલગ્ન ધાર્મિક સંસ્થાઓ યાત્રિકો માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના તા.4 મેના રોજ હુકમ અન્વયે અંબાજી મંદિર તા. 12 મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભટ્ટજી મહારાજ દ્વારા પૂજન, અર્ચન તથા ધાર્મિક વિધિ વિધાન રાબેતા મુજબ કરવામાં આવશે.

 

રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, અંબાજી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular