અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા અંબાજીના પત્રકારોને સન્માનપત્ર આપી સન્માન કરાયું.

0
47
અંબાજીના જાગૃત અને સક્રિય પત્રકારોનું અખંડ રાષ્ટ્રીય હિંદૂ સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા સન્માન પત્ર આપીને કરાયું સન્માન હાલમાં જ્યારે કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે આ મહામારી વચ્ચે પણ પોતાની ફરજ પર અડીખમ એવા મીડિયાના મિત્રો કે જે નિષ્ઠાથી સેવા કરી રહ્યા છે અને સાચા અને સચોટ સમાચાર લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને સરકાર દ્વારા અપાતી સૂચનાઓ પણ આમ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે આવા પત્રકારો પણ એક કોરોના યોદ્ધા તરીકે સાબિત થયા છે એવા પત્રકારોનું અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા અંબાજીના અરવિંદ અગ્રવાલ, દેવેન્દ્ર પ્રજાપતિ, ઉમેશ પંચાલ, રિતિક સરગરા ,સુરેશ જોશી, હિતેશ જોશી, મહેશ  સેનમા, સહિત પત્રકારોનો સન્માનપત્ર આપી અને સન્માન કરાયું હતું અને આ પત્રકારોની સેવાઓને બિરદાવી હતી.
આ રાષ્ટ્રીય હિન્દુ સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ જોડે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ પત્રકાર મિત્રો પોતાના ઘર પરિવાર કે પોતાના જીવની પરવા કર્યા વગર કોઈ પણ કેવી પણ પરિસ્થિતિમાં જઈ અને સાચા હકીકત સમાચાર આપણા સુધી પહોંચાડી રહ્યા છે અને આવી પરિસ્થિતિમાં જ્યારે લોકો ઘરની બહાર નીકળવામાં પણ ડરતા હોય છે ત્યારે આવા પત્રકારો આપણા સુધી સમાચાર પહોંચાડવા માટે પોતાના જીવને જોખમમાં નાખી અને આપણા સુધી સાચા સમાચાર પહોંચાડે છે ત્યારે આવા પત્રકારોની ખરેખર આપણે સેવા બિરદાવી જોઈએ અને હું આં તમામ પત્રકારોની સેવાને બિરદાવુ છું અને મારું સંગઠન પણ આ પત્રકારોની સેવાને બિરદાવે છે.
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here