મુંબઈ. રિલાયન્સની 43મી એન્યુઅલ જનરલ મીટિંગ(AGM 2020) દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ દેશને 2G મુક્ત બનાવવાની જાહેરાત કરી હતી. તેમાં ગૂગલ પણ રિલાયન્સનો સાથે આપશે. અંબાણીનો આ પ્લાન વોડાફોન આઈડિયા માટે મુશ્કેલીઓ વધારી શકે છે, કારણ કે દેશની અંદર વોડાફોન-આઈડિયાની પાસે સૌથી વધુ 2G ગ્રાહક છે.
રિલાયન્સ દેશની અંદર 100 મિલિયન એટલે કે 10 કરોડ લોકો સુધી 4G જિયો ફોન પહોંચાડી ચૂકી છે. હવે કંપની ગૂગલની સાથે મળીને એન્ટ્રી લેવલ 5G સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે. અંબાણીએ કહ્યું કે જિયોનો હેતું ભારતને 2G મુક્ત બનાવવાનો છે. તેના માટે કંપની 2G ગ્રાહકો સુધી 4G ઈન્ટરનેટ પહોંચાડશે. કંપનીનો હેતું તમામ ભારતીયોને સ્માર્ટફોન આપવાનો છે. ભારતમાં લગભગ 35 કરોડ 2G ફીચર ફોન યુઝર્સ છે. ગૂગલ અને જિયો મળીને આ લાકો માટે સસ્તા સ્માર્ટફોન બનાવશે.
જિયોની ઓફર બગાડી શકે છે વોડા-આઈડિયાનો ખેલ
એક્સપર્ટનું માનવું છે જિયોની પાસે હાલ મોબાઈલ બ્રોડબેન્ડ સ્પેસ(4G)નો 58 ટકા માર્કેટ શેર છે. આ સંજોગોમાં કંપની નવી ઓફરોની સાથે ફીચર ફોન સેગમેન્ટના માર્કેટ શેર પર પણ કબ્જો કરી શકે છે.
ભારતી એરટેલની પાસે 135 મિલિયન 2G યુઝર્સ છે, જે તેના કુલ સબ્સક્રાઈબરના બેસના 283 મિલિયનના 47 ટકા છે. વોડાફોન આઈડિયાના 174 મિલિયન 2G યુઝર્સની છે, જે માર્ચ ત્રિમાસિકના રિપોર્ટ મુજબ કુલ સબ્સક્રાઈબર બેસ 291 મિલિયનનો લગભગ 60 ટકા હિસ્સો છે.
સસ્તો સ્માર્ટફોન આવ્યો ત્યારે વોડાફોનની મુશ્કેલી વધશે
વિલિયમ ઓનીલ ઈન્ડિયામાં ઇક્વિટી રિસર્ચના હેડ મયુરેશ જોશીનું કહેવું છે કે વોડાફોન આઈડિયાના ટોપ ત્રણ ઓપરેટરોમાં સૌથી વધુ મોટો 2G ગ્રાહક બેઝ છે. એવામાં જિયો ગૂગલની પાર્ટનરશીપમાં ઓછી કિંમતવાળો સ્માર્ટફોન લોન્ચ કરવામાં સક્ષમ છે તો વોડાફોને આ અંગે વિચારવું પડશે. સસ્તા સ્માર્ટફોનથી આઈડિયાને માર્કેટ શેર બચાવવો મુશ્કેલ હશે.
આગળ વધનારી કંપનીના પેમેન્ટ્સમાં એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ(AGR)ની સાથે આસ્થગિત સ્પેક્ટ્રમ પણ સામેલ છે. મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસિસનું અનુમાન છે કે કંપનીને અસ્થગિત AGRની ચૂકવણીની સાથે કેપેક્સ, અસ્થાગિત સ્પેક્ટ્રમ લાએબિલિટી અને વ્યાજ ખર્ચની ચૂકવણી માટ નાણાંકીય વર્ષ 2021-22માં 30,000 કરોડ રૂપિયાના લાભની જરૂર પડશે.
કંપનીએ ARPU વધવાની જરૂરિયાત
કંપનીને આશા છે કે નાણાંકીય વર્ષ 2020માં પરિચાલન લાભ 13,200 કરોડ રૂપિયાથી ઓછો થશે. તેના માટે કંપનીને વર્તમાનમાં એવરેજ રેવન્યુ પર યુઝર(ARPU) 53 ટકા એટલે કે 121 રૂપિયા છે તેને વધારીને 190 રૂપિયા કરવાની જરૂર પડશે. એન્ટ્રી-લેવલ અને રૂરલ બેઝના ઉચ્ચા હિંસાને જોતા વોડાફોનની સેકટરમાં સૌથી ઓછી ARPU છે.
એન્જલ બ્રોકિંગનું માનવું છે કે ફલોર ટેરિફના નિર્ધારણ વગર સબ્સક્રાઈબર ચર્ન વધ્યો અને AGR મામલા પર સુપ્રીમ કોર્ટમાંથી કોઈ મોટી રાહત મળી નથી આવા સંજોગોમાં વોડાફોન આઈડિયા માટે ઈન્ડસ્ટ્રીમાં ટકવું મુશ્કેલ બની જશે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં વોડાફોન આઈડિયાનો સ્ટોક 16 ટકા ઘટ્યો છે.