આંબેડકર પણ અનુચ્છેદ 370ના પક્ષમાં નહતા, એટલે અમે સરકારને સમર્થન આપ્યું: માયાવતી

0
0

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 ખતમ કરવા મામલે સમર્થન આપ્યું છે. આ વિશે સોમવારે માયાવતીએ ખુલાસો કરીને ટ્વિટ કર્યું છે કે, ડૉ. ભીમરાવ આંબેડકર પણ દેશમાં સમાનતાના પક્ષમાં હતા. તેઓ અનુચ્છે 370ને સમર્થન નહતા આપતા.

આ જ કારણથી અમે સંસદમાં તેને ખતમ કરવા મામલે સમર્થન આપ્યું છે. માયાવતીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું કે, વિપક્ષી નેતાઓએ મંજૂરી વગર કાશ્મીર ન જવું જોઈએ.

માયાવતીએ ટ્વિટ કર્યું છે કે, બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર હંમેશા દેશની સમાનતા, એકતા અને અખંડતાના પક્ષમાં હતા. તેથી જમ્મુ-કાશ્મીર રાજ્યમાં અલગથી કલમ 370ની જોગવાઈ કરવાના પક્ષમાં બિલકૂલ નહતા. આ જ ખાસ કારણથી બસપાએ સંસદમાં આ કલમને હટાવવા માટે સમર્થન આપ્યું.

માયાવતીએ લખ્યું છે કે, દેશમાં બંધારણ લાગુ થયા પછી અંદાજે 69 વર્ષ પછી કલમ 370 ખતમ કરવામાં આવી છે. તેથી અહીંની સ્થિતિ સામાન્ય થવામાં થોડો સમય લાગશે. તેની થોડી રાહ જોવામાં આવે તો સારુ છે, જેને કોર્ટે પણ સ્વીકાર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here