સુરત : સલાબતપુરામાં એમ્બ્રોઇડરી ખાતેદાર પર ચપ્પુ અને પાઈપ વડે હુમલો, CCTV

0
25

સુરતઃ ગત 23મીના રોજ સલાબતપુરામાં માલીની વાડી ખાતે એમ્બ્રોઈડરીના ખાતાના ખાતેદાર ઉપર બે હુમલાખોરોએ ચપ્પુથી હુમલો કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ખાતામાં ઘૂસી આવેલા હુમલાખોરો ચપ્પુ અને પાઈપથી હુમલો કરતા નજરે પડે છે.

પાઈપથી માર મારવામાં આવ્યો

અડાજણમાં જીલાની બ્રીજ પાસે ફારૂકી એપાર્ટમેન્ટમાં રહેતા નાસીર રઝાક ગગન સલાબતપુરામાં માલીની વાડી ખાતે એમ્બ્રોઇડરીનું ખાતુ ધરાવે છે. ગત 23મીના રોજ મોડી રાત્રે આશરે પોણા અગિયાર વાગ્યે નવાઝ યાશીન ફતાહ અને શકિલ નામના બે જણા ખાતા પર આવ્યા હતા. તેઓએ નાસીર સાથે ઝઘડો કરીને ‘તુજે જાન સે માર ડાલુંગા કહીને નાસીરને પેટના ભાગે ચપ્પુથી હુમલો કર્યો હતો અને પાઈપથી માર માર્યો હતો. બે કારીગરો નાસીરને લોહીલુહાણ હાલતમાં મોપેડ પર બેસાડીને સલાબતપુરા પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા. ત્યાંથી પોલીસે હોસ્પિટલ જવાનું કહ્યું હતું. નાસીરને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

સીસીટીવી સામે આવ્યા

નાસીરના ખાતામાં નોકરી કરતા ફયાઝ શેખાનીએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો. આજે આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જોકે, પોલીસ હજુ પણ હુમલાખોરોને શોધી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here