Saturday, August 20, 2022
HomeAMCએ તોડી પાડેલા 46 વર્ષ જુના પાલડીના શિવ મંદિરનું આજથી પુન:નિર્માણ
Array

AMCએ તોડી પાડેલા 46 વર્ષ જુના પાલડીના શિવ મંદિરનું આજથી પુન:નિર્માણ

- Advertisement -

અમદાવાદ: પાલડીમાં સ્કાઉટ ભવનને અડીને આવલા શિવ મંદિરને મ્યુનિ.એ દબાણના મુદ્દે તોડી પાડ્યું હતું. અંતે મેયરે મૂળભૂત મંદિર ફરી બને તો કોર્પોરેશન કોઈ વાંધો નથી તેવી ખાતરી આપ્યા પછી સ્થાનિકો રવિવારથી શિવ મંદિરનું પુન:નિર્માણ શરૂ કરશે અને વિવાદનો અંત આવ્યો છે.

સ્કાઉટ ભવન પાસે રસ્તાની બાજુમાં કોઈને નડે નહીં તે રીતે આવેલા ચારેક દાયકા જૂના શિવ મંદિરને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે દબાણના મુદ્દે તોડી પાડ્યું હતું. સ્થાનિક લોકોએ આ મુદ્દે હોબાળો મચાવી મ્યુનિ. તંત્રને વર્ષા ફ્લેટમાં કાર્યવાહી નહીં કરાતી હોવાનું કહી દબાણ ઊભું કર્યું હતું. આ વિવાદના સમર્થનમાં ધારાસભ્ય રાકેશ શાહ, મ્યુનિ.માં ભાજપના નેતા અમિત શાહ, હિન્દુ જાગરણ મંચના સ્થાનિક પ્રમુખ જનકસિંહ પરમાર સહિત લોકો આવ્યા હતા. મેયર બિજલ પટેલે પણ લોકલાગણી જોતા આશ્વાસન આપતા કહ્યું હતું કે, મંદિર મૂળ જે સ્થિતિમાં હતું તે રીતે બનાવાશે તો મ્યુનિ. કોઈ વાંધો નહીં લે. આ મુદ્દે સ્થાનિક લોકો સહમત થયા હતા અને રવિવારથી મંદિર બનાવવાનું કામ ફરી શરૂ કરાશે તેમ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular