AMCના સર્વેયર અને ઈન્સ્પેક્ટર 50 હજારની લાંચ લેતા ઝડપાયા

0
21

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વેયર અને એસ્ટેટ ઈન્સ્પેક્ટર પ્લોટ ખુલ્લો કરી કબજો અપાવવા માટે 50 હજારની લાંચ લેતા ઝડપાયા છે. ફરિયાદી જાગૃત નાગરિકને વટવામાં સર્વે નં 877ના ફાયનલ પ્લોટ પર 878માં થોડો ભાગ કબજામાં હોય તે ખુલ્લો કરી આપવા લાંચીયા અધિકારીઓએ લાંચની માંગ કરી હતી. ફરિયાદીએ ACBને આ વાતની જાણ કરતાં તેમણે છટકું ગોઠવી અધિકારીઓને રંગે હાથ ઝડપ્યા હતા.

AMCના લાંચિયા અધિકારીઓના નામ
  1. મુકેશભાઇ ગાંડાલાલ પરમાર (કોર્પોરેશન સર્વેયર)
  2. મયંકભાઈ બિપીનલાલ મિસ્ત્રી (એસ્ટેટ ઇન્સ્પેકટર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here