Monday, January 24, 2022
HomeAMCની Coronaની કામગીરીથી કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ નારાજ, અધિકારીઓનો ઉધડો લીધો
Array

AMCની Coronaની કામગીરીથી કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ નારાજ, અધિકારીઓનો ઉધડો લીધો

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ લવ કુમાર અગ્રવાલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં કેન્દ્રની તેમજ અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની ટીમ સાથે મુલાકાત લીધી હતી. તેમણે એમએમસીની ટીમનો ઉઘડો લીધો હતો.

‘આ ફ્લેટમાં મે મહિનાથી કેસ આવતા હતા તો 19મી જૂને છેકે કન્ટેઇનમેન્ટ ઝોન કેમ જાહેર કર્યો?’ અમદાવદામાં વકરેલા કોરોનાથી કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ નારાજ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની વણસેલી સ્થિતિને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય ટીમે ધામા નાખ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ લવ કુમાર અગ્રવાલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં કેન્દ્રની તેમજ અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની ટીમ સાથે મુલાકાત લીધી હતી. તેમણે એમએમસીની ટીમનો ઉઘડો લીધો હતો. તેમણે કેટલાક સવાલો પૂછ્યા હતા. દરમિયાન એક બિલ્ડીંગમાંથી મે મહિનામાંથી કેસ આવતા હોવ છતાં જૂનાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાતા ડૉ.અગ્રવાલ નારાજ થયા હતા.

કેન્દ્રીય આરોગ્ય ટીમ આરોગ્ય વિભાગની ટીમ સાથે કન્ટેનમેન્ટ ઝોનની લેશે મુલાકાત. લવ કુમાર અગ્રવાલ ડીડીઓ, પાલિકા અને કલેક્ટર સાથે મુલાકાત કરશે અને સાંજે સીએમ સાથે પણ મુલાકાત કરશે. કેન્દ્રીય ટીમ કોર્પોરેશનના જવાબથી અતુષ્ટ જણાઈ હતી.

ઉલ્લેખનીય છે કે લવ કુમાર અગ્રવાલે પાલિકાના અધિકારીનો ઉધડો લેતા જણાવ્યું હતું કે અલગ અલગ અધિકારીઓ જવાબ ન આપે. કોઈ એક અધઇકારી ડેટા આપે. કોર્પોરેશનના અધિકારીઓ જવાબ ન આપી શક્યા ત્યારે અગ્રવાલે પોલીસેને મીડિયા દૂર કરવાના આદેશ પણ એક તબક્કે આપી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં કોરોનાએ માઝા મૂકી છે. અગાઉ પણ એઇમ્સના ડાયરેક્ટરને સરકારે રાતોરાત અમદાવાદ મોકલ્યા હતા અને ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના મૃત્યુદર અંગે માહિતી તેમજ માર્ગદર્શન આપવા માટે મુલાકાત યોજી હતી.

કેન્દ્ર ટીમ આગળ સારી છાપ પાડવા માટે કોર્પોરેશન ટીમ દ્વારા સ્ટીકર મારવામાં આવ્યા છે. દરમિયાન પીઆઈ કક્ષાના અધિકારીઓ સાથે અગ્રવાલ મુલાકાત કરી હ્યા છે. રાજ્યની કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ ટીમ મહારાષ્ટ્રની મુલાકાતે જવાની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular