Sunday, November 28, 2021
HomeAMCનું 542 કરોડના સુધારા સાથે 8051 કરોડનું બજેટ રજૂ, દર્દીના સગાને રૂ.10માં...
Array

AMCનું 542 કરોડના સુધારા સાથે 8051 કરોડનું બજેટ રજૂ, દર્દીના સગાને રૂ.10માં ભોજન-6 મોડલ રોડ

અમદાવાદઃ થોડા દિવસ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ 7509 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ હતું. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે તેમાં 542 કરોડના સુધારા સાથે 8051 કરોડનું બજેટ રજૂ છે. આ બજેટમાં પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો કર્યો નથી. આ બજેટમાં શહેરમાં 6 મોડલ રોડ બનાવવા માટે રૂ.30 કરોડની ફાળવણી કરાઈ છે. તેમજ દર્દીના સગાને હોસ્પિટલમાં રૂ.10માં ભોજન આપવાની યોજના બનાવી છે. વાડજ, નરોડા પાટિયા, વિનોબા ભાવે નગર, મણિનગર, ગેલકસી નરોડા, શાહીબાગમાં ફ્લાયઓવર બનાવાશે.

30 કરોડના ખર્ચે 6 ફ્લાયઓવર

  • રૂ.542 કરોડના સુધારા સાથે રૂ.8051 કરોડનું બજેટ
  • પ્રોપર્ટી અને પાણી વેરાના દરમાં કોઈ વધારો નહીં
  • ચેરિટેબલ ટ્રસ્ટના ફિઝિયોથેરાપી સેન્ટરને 70 ટકા ટેક્સ રિબેટ
  • મ્યુનિસિપલ બિલ્ડીંગમાં ચાલતા ટ્રસ્ટ દવાખાનાને ટેક્સ રિબેટ

ઈલેક્ટ્રિક વાહનોને વાહન વેરામાં 100 ટકા રાહત

  • ધાર્મિક પ્રસંગે કાચા મંડપોને ફીમાંથી મુક્તિ અપાઈ
  • શારદાબેન હોસ્પિટલનું 10 કરોડના ખર્ચે થશે નવીનીકરણ
  • LG હોસ્પિટલમાં IVF અને સુપર સ્પેશિયાલિસ્ટ બનશે

માણેકચોક રિડેવલપમેન્ટ પ્લાન માટે રૂ.5 કરોડનો ખર્ચ

  • ઉત્તર–પૂર્વમાં ડ્રેનેજ કામોને પ્રાધાન્ય
  • ગોધાવી કેનાલને જોડતા સ્ટોર્મ વોટર નેટવર્ક માટે 10 કરોડ
  • ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ માટે રૂ.10 કરોડ

રૂ.38 કરોડના ખર્ચે લો-ગાર્ડન ખાણીપીણી બજાર વિકસાવાશે

  • અમદાવાદ ફેમિલી એન્ટરટેનમેન્ટ સેન્ટર ઊભુ કરાશે
  • એનિમલ રેસ્ક્યુ, હોસ્ટેલ, હોસ્પિટલ માટે રૂ.5 કરોડ ફાળવાશે
  • ટ્રાફિક સમસ્યા હલ કરવા ટ્રાફિક મેનેજમેન્ટ માટે 20 કરોડ
  • રિવરફ્રન્ટ ફલાવર ગાર્ડન સામે, સિંધુભવન, દાણાપીઠ અને પ્રહલાદનગર ગાર્ડન પાસે મલ્ટીલેવલ પાર્કિંગ

હાઉસિંગ બોર્ડની વસાહતોમાં સુવિધા માટે 10 કરોડ

  • મોડેલ ટ્રાન્સપોર્ટ હબ માટે 10 કરોડ
  • લાંભા બળીયાદેવ મંદિર વિસ્તાર ડેવલપમેન્ટ માટે 7 કરોડ
  • માઇક્રિલિંક પદ્ધતિથી ડ્રેનેજ લાઇન માટે 10 કરોડ
  • મોડલ રોડ ડેવલપમેન્ટ માટે 30 કરોડ, એનિમલ હોસ્ટેલ માટે 5 કરોડ, વેજીટેબલ માર્કેટ તથા માર્કેટ નવીનીકરણ માટે 3 કરોડ

  • આંગણવાડીના મકાનો-સ્માર્ટ આંગણવાડી માટે 3 કરોડ

100 બેડ રેફરલ હોસ્પિટલ- પૂર્વ વિસ્તાર માટે 7 કરોડ

  • અર્બન ફોરેસ્ટ માટે 1 કરોડ, થીમ બેઝ ગાર્ડન માટે 3 કરોડ
  • પ્રેમાભાઈ હોલ પુનઃ કાર્યરત કરવા માટે 3 કરોડ
  • ઓડિટોરિયમ,કોમ્યુનિટી હોલ,પાર્ટી પ્લોટ માટે 10 કરોડ
  • સ્પોર્ટ્સ કોમ્પલેક્સ (પૂર્વ વિસ્તાર) માટે 5 કરોડ
  • સ્મશાનગૃહ માટે 10 કરોડ, એક્સિલેટર સાથે ફૂટ ઓવરબ્રિજ માટે 2 કરોડ
  • મ્યુ.કાઉન્સિલર-મ્યુ. અધિકારી કલબ હાઉસ માટે 1 કરોડ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments