Monday, October 18, 2021
HomeAMCનું 7,509 કરોડ ડ્રાફ્ટ બજેટ, સામાન્ય ટોઈલેટનું ઠેકાણું નથી ને 200 કરોડના...
Array

AMCનું 7,509 કરોડ ડ્રાફ્ટ બજેટ, સામાન્ય ટોઈલેટનું ઠેકાણું નથી ને 200 કરોડના ખર્ચે સ્માર્ટ ટોઈલેટ બનાવશે

અમદાવાદઃ AMCની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની ખાસ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ 2018-2019ના વર્ષનું સુધારણા સાથેનું અને 2019-2020ના વર્ષનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. કમિશનરે ગત વર્ષ કરતા 1000 કરોડનો વધારો કરી 7,509 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિગ કમિટીના ચેરમેનને સોંપ્યું હતું. આમ ચેરમેન હવે તેમાં સુધારા-વધારા કરી ફાઈનલ બજેટ રજૂ કરશે. આ બજેટમાં શહેરીજનો પર કોઈપણ પ્રકારનો ટેક્સ લાદવામાં આવ્યો નથી.

85 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ એકેડમી બનાવશે

ડ્રાફ્ટ બજેટમાં ખર્ચની જોગવાઈ

કેપિટલ ખર્ચ- રૂ. 3,903.04 કરોડ
રેવન્યૂ ખર્ચ-રૂ. 1590.90 કરોડ

2019માં પશ્ચિમ વિસ્તારમાં 85 કરોડના ખર્ચે આતંરરાષ્ટ્રીય સ્પોર્ટસ એકેડમીનું નિર્માણ કરાશે. આ સ્પોર્ટ્સ એકેડમી નારણપુરા વરદાન ટાવર પાછળ બનશે.

રેન બસેરાનો ઉપયોગ કરનારને એક ટંક નિઃશુલ્ક ભોજન

ટ્રાફિક મેનેજમેન્ટ માટે 20 કરોડ
500 કરોડના ગ્રીન બોન્ડ બહાર પડાશે
કાંકરીયા ઝૂના પાંજરાનું 1 કરોડના ખર્ચે રિનોવેશન

3 વર્ષમાં 1000 ઇલેકટ્રીક બસ દોડવાશે
30 હજાર જેટલી ઈ-રીક્ષા દોડશે
કાંકરિયા લેક્ફ્રન્ટ ગેટ 50 કરોડના ખર્ચે અપગ્રેડ કરાશે

300 કરોડ પીરાણા ડમ્પસાઈટ રીમીડેશન
500 કરોડ સાબરમતીનું શુદ્ધિકરણ
800 કરોડ મલ્ટીલેવલ પાર્કિંગ
260 કરોડ બ્રિજ/ફ્લાય ઓવર
5-સ્વિમિંગ પૂલ, 10 ગાર્ડન
100 વોટર એટીએમ, 200 સ્માર્ટ ટોઈલેટ
3.5 કરોડ-રેન બસેરાના ઉપયોગ કરનારને એક ટંક નિઃશુલ્ક ભોજન
ગરીબ અને મધ્યમ વર્ગ માટે 90,000 આવાસો

આવક-ખર્ચ અને વિકાસ કાર્યોનું સરવૈયું
વિગત 2018-19ના વર્ષનો સુધારેલ અંદાજ 2019-20ના વર્ષનો અંદાજ વધ/ઘટની ટકાવારી
રેવન્યૂ આવક 4300 કરોડ 5196 કરોડ 20.86%
રેવન્યૂ ખર્ચ 3230 કરોડ 3605 કરોડ 11.64%
વિકાસ કાર્યો માટે રેવન્યૂ ટ્રાન્સફર 1070 કરોડ 1590 કરોડ 48.68%
કેપિટલ ખર્ચ 2525 કરોડ 3903 કરોડ 54.58%
કેપિટલ આવક 1445 કરોડ 2210 કરોડ 52.98%
કુલ ખર્ચ 5755 કરોડ 7509 કરોડ 30.37%
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments