અમદાવાદ : AMCએ 11 ફ્લાઈટનું લિસ્ટ જાહેર કર્યું, પેસેન્જરોમાંથી 11 લોકો પોઝિટિવ હતા,હોમ ક્વોરોન્ટાઇન રહેવા સૂચના

0
9

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસોમાં સૌથી વધુ કેસ વિદેશથી આવેલી વ્યક્તિના નોંધાયા છે. અમદાવાદમાં 14 કેસોમાં 11 કેસોમાં વિદેશથી તેમજ મુંબઈ- દિલ્હીથી ફ્લાઈટમાં આવેલા લોકોમાં પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કેસો પોઝિટિવ આવ્યા છે અને ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા છે. તેવી 11 ફ્લાઈટનું લિસ્ટ જાહેર કર્યું છે. Amcએ જણાવ્યું છે કે જો તમારા પરિવારની કોઈ વ્યક્તિ કે મિત્ર- સગા આ 11 ફ્લાઇટમાં આવ્યા હોય અને જો તેઓ હોમ ક્વોરોન્ટાઇન ન થયા હોય તો 104 અથવા 15503 પર ફોન કરી જાણ કરવી.

AMC announces list of 11 flights, 11 of the passengers were positive, instructed to stay home quarantine

AMCના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદના 12 પોઝિટિવમાંથી 11 કેસોમાં ફ્લાઈટમાં આવેલા પેસેન્જરો જે અમદાવાદના તેઓને અમે ક્વોરોન્ટાઇન કરી દીધા છે પરંતુ અમદાવાદ ઉતરી અન્ય શહેરમાં ગયા હોય અને ક્વોરોન્ટાઇન ન થયા હોય તો જાણ કરે તેમજ સેલ્ફ ક્વોરોન્ટાઇન થઈ જાય. આ 11 ફલાઇટમાં આવેલા પેસેન્જરને જતા એક કેબના ડ્રાઈવર પણ સંક્રમણના કારણે પોઝિટિવનો ભોગ બન્યો છે. જેથી આ ફ્લાઈટમાં આવેલા લોકોને લઈ જનારા અથવા લેવા ગયેલા લોકો પણ સંક્રમણમાં આવ્યા હોય શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here