અમદાવાદ: શહેરજનોને સ્વચ્છતા અને ટ્રાફિક શિખવાડવાના નામે AMCએ JETની રચના કરી હતી. જેમા કર્મચારીઓ વેપારીઓને મોટો દંડ ફટકારવાની ધમકી આપતા હતા. અને ભ્રષ્ટાચાર કરતા હતા. વેપારીઓ પાસેથી મનફાવે તેમ દંડ ઉગરાવવામાં આવતો હતો. જેમા મ્યુનિ.કમિશનર કયા નિયમના ભંગ બદલ કેટલો દંડ ફટકારવો તેની યાદી બહાર પાડી છે. જેમા સૌથી વધુ 50000 રૂપિયા નો દંડ રોડ પર કાટમાળ ફેકવા બદલ નક્કી કરાયો છે જ્યારે સૌથી ઓછો જાહેરમા થૂંકવા અને પેશાન કરવા બદલ નક્કી કરવામાં આવ્યો છે. હવે જાહેર રોડ પર ચાની કિટલી કે પાનના ગલ્લાનું દબાણ હશે તો 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જેટને 5 હજાર અને ડેપ્યૂટ કમિશનરને 10 લાખનો દંડ વસૂલવા સત્તા અપાઈ છે. સમાન પ્રકારના નિયમનું બીજીવાર ઉલ્લંઘન થાય તો દંડની રકમ બે ગણી અને ત્રીજીવાર ઉલ્લંઘન થાય તો ત્રણ ગણી વસૂલાશે.
આ ગુનાઓ માટે અલગ-અલગ દંડ નક્કી કરાયો
ફેરિયાઓ દબાણ કરે તો | 200 |
દુકાન બહાર રોડ ઉપર 30 ચોફૂટ સુધી દબાણ | 500 |
દુકાન બહાર રોડ ઉપર 30 ચોફૂટથી વધુ દબાણ | 1000 |
દુકાન બહાર ફુટપાથ પર જાહેરાતનું બોર્ડ | 500 |
ફૂટપાથ કે જાહેરમાર્ગ ઉપર મંડપ | 1000 |
ફૂટપાથ કે રસ્તા ઉપર ટેબલ ખુરશી મૂકી ધંધો કરવો | 1000 |
ચા ની કીટલી, લારી, ગલ્લાના દબાણો | 200 |
ખાણીપીણીનો ધંધો (10 ખુરશી સુધી) | 1000 |
ખાણીપીણીનો ધંધો (10 ખુરશીથી વધુ) | 1500 |
સ્કૂલોની 100 મી. ત્રિજ્યામાં તમાકુનું વેચાણ | 1000 |
મ્યુનિ. રીઝર્વ પ્લોટમાં દબાણ (પ્રતિ ચો.મી.) | 500 |
રોડ ઉપર ડેબ્રિજ (25 ચો.ફુટ સુધી) | 25000 |
રોડ ઉપર ડેબ્રિજ (25 ચો.ફુટથી વધુ) | 50000 |
મિની ટ્રક, લોડિંગ રિક્ષામાં જાહેરાત | 500 |
યાંત્રિક વાહનોથી મંજૂરી વગર થતી જાહેરાત | 2000 |
બિન યાંત્રિક વાહનથી મંજૂરી વગર થતી જાહેરાત | 1000 |
ગેરકાયદેસર જાહેરાત ( 25 ચો. ફુટ સુધી) | 1000 |
ગેરકાયદેસર જાહેરાત (25 ફુટથી 100 ચો.ફુટ) | 2000 |
ગેરકાયદેસર થતી જાહેરાત (100 ચો.ફુટથી વધુ) | 5000 |
હોડીંગ ઉપર યુ.પિન નંબર દર્શાવેલ ન હોય | 2500 |
AMTS સ્ટેન્ડની આસપાસ દબાણો | 500 |
જાહેરમાં કચરો ફેંકવો | 1000 |
સોસાયટીની બહારના ભાગે કચરો નાંખવો | 2000 |
500 ચોફૂટથી નાના એકમો બહાર કચરો ફેંકવો | 2000 |
500 ચોફૂટથી મોટા એકમો બહાર કચરો ફેંકવો | 5000 |
ચા ની લારી, પાન પાર્લર દ્વારા કચરો નાંખવો | 500 |
જાહેરમાં ગમે ત્યાં થુંકવું | 100 |
જાહેરમાં પેશાબ કે શૌચ કરનાર | 100 |
પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ | 100 |
પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કિગ્રા પ્રમાણે | 500 થી 2000 |
પાન પાર્લર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ | 250 |
પ્રતિબંધિત પ્લાસ્ટિકના હોલસેલના વેપારી | 2500 |
રહેણાંક દ્વારા કચરો, પ્લાસ્ટિક, ટાયર બાળવા | 250 |
કોમર્શીયલ એકમો દ્વારા પ્લાસ્ટિક, ટાયર બાળવા | 1000 |
સોસાયટી દ્વારા ફેંકાતો ડેબ્રિજ | 5000 |
કોમર્શિયલ એકમો દ્વારા ફેંકાતો ડેબ્રિજ | 5000 |
રોડ ઉપર ધાસચારાનું વેચાણ | 500 |