AMCનું આયોજન : બોપલમાં છ પ્લોટની ઇ-હરાજીથી ઔડાને રૂ.250 કરોડથી વધુ આવક થવાનો અંદાજ

0
8

શહેર વિકાસ સત્તા મંડળ ( ઔડા) 23 અને 24 જૂન બે દિવસ દરમિયાન બોપલ વિસ્તારમાં સમાવિષ્ટ છ પ્લોટોના ઇ-ઓક્શનથી અંદાજિત 250 કરોડથી વધુ રકમ એકત્રિત કરશે. બોપલના એક કોમર્શિયલ સહિત પાંચ રેસિડેન્શિયલ પ્લોટમાં ડેવલપર્સને 45 મીટર સુધીની હાઇટ મળશે. કોર્પોરેશને ગત 7 મેના રોજ કરાયેલા ઇ-ઓક્શનમાં 16 પ્લોટમાંથી બોડકદેવના એક પ્લોટની 77.04 કરોડ આવક થઇ હતી. પ્રતિ ચો.મી.2.22 લાખની કિંમતે આ પ્લોટનું વેચાણ થયું હતું.

ઔડા હસ્તકનો બોપલ અને ઘુમા વિસ્તારનો કોર્પોરેશનમાં સમાવેશ થઇ ગયો છે. હાલ માત્ર બાંધકામની મંજૂરી ઔડા આપે છે. આ સિવાયની બાબતોમાં કોર્પોરેશન નિર્ણય કરે છે. રાજ્ય સરકાર તરફથી જાહેરનામુ બહાર પડાયા પછી વહીવટી તમામ કામગીરી ઔડા દ્વારા મ્યુનિ. કોર્પોરેશનને સુપરત કરી દેવાશે. વહીવટ સોંપાયા પછી પણ વેચાણ માટેના પડતર પ્લોટના વેચાણની સંપૂર્ણ જવાબદારી ઔડા પાસે રહેશે. ઔડાએ 2019માં કરેલું ઇ-ઓક્શન રાજ્યમાં પ્રથમ હોવાનો દાવો કરતા ઔડાના અધિકારીઓએ કહ્યું કે, બોપલમાં વિકાસ કાર્યો પાછળ સમયાંતરે ખર્ચ કરાયો હતો. આ ખર્ચની રકમ પડતર પ્લોટોનું વેચાણ કરી ઊભી કરાશે. ઇ-ઓક્શનમાં સીંગલ બીડ અથવા સરકાર રોક લગાવે તો રદ થઇ શકે. આ સિવાય રદ થઇ શકે નહીં. ઔડા ગાર્ડન પાસે કુલ 24 હજાર ચો.મી.નો પ્લોટ છે. જેમાંથી 9 હજાર ચો.મી. પ્લોટ વેચાણ માટે મુકાયો છે.

પ્લોટ એરિયા પ્લોટનું ક્ષેત્રફળ અપસેટ કિંમત
કોમર્શિયલ ઔડા ગાર્ડન, સાઉથ બોપલ 9000 84,980
રહેણાંક આરોહી ઇલેઝિયમ, સાઉથ બોપલ 8198 90,000
રહેણાંક સન સાઉથ સ્ટ્રીટ, સાઉથ બોપલ 5300 90,000
રહેણાંક આરોહી સેન્ટર, સાઉથ બોપલ 5,083.00 80,000.00
રહેણાંક સન એસ્પાયર, બોપલ 5,925 88,000.00

પ્લોટની કિંમત આ રીતે નક્કી થાય છે

પ્લોટની કિંમત નક્કી કરવા રાજ્યસ્તરની કમિટીની બેઠક યોજાય છે. જેમાં જે શહેરના નક્કી કરેલા પ્લોટની કિંમતનો અંદાજ કાઢવા માટે પ્લોટની આસપાસના દોઢ કિ.મી.ના વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષમાં થયેલા જમીનના દસ્તાવેજોનો આધાર લેવાય છે. આ દસ્તાવેજોની કિંમત અને જેતે સમયની બજાર કિંમત ધ્યાનમાં લઇ પ્લોટના વેચાણની કિંમત નક્કી કરાય છે. ઇ-ઓક્શનમાં પ્લોટ ના જાય તો ફરીવાર કિંમત નક્કી કરવામાં આવશે.

2019માં નહીં વેચાયેલા પ્લોટનો સમાવેશ

ઔડા દ્વારા વર્ષ 2019માં છ પ્લોટ માટે ઇ-ઓક્શન કરાયુ હતું. જેમાં બોપલ, વેજલપુર અને થલતેજના પ્લોટનું વેચાણ થયું નહતું. આ પછી ઇ-ઓક્શન કરાયુ નહતું. આ ઇ-ઓક્શનમાં બોપલના 9000 ચો.મી.ના પ્લોટનો સમાવેશ છે. આ વખતે પ્લોટના વેચાણની અધિકારીઓને આશા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here