AMC : કમાણી ખાતર ખાનગી હોસ્પિટલોને પેઈડ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની મંજૂરી આપવાની શરૂઆત

0
3

મ્યુનિસિપલ કોર્પોરેશનનાં બેવડાં ધોરણ પ્રજાની સમજથી બહાર છે. શહેરમાં ચાર સ્થળ પર ફ્રી ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ કર્યા બાદ કોર્પોરેશનને કમાણી ખાતર ખાનગી હોસ્પિટલોને પેઈડ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની મંજૂરી આપવાની શરૂઆત કરી છે. ગુરુવારથી GMDC ખાતે પેઈડ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન માટે એપોલો હોસ્પિટલને મંજૂરી આપી હતી, હવે શનિવારથી સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે શેલ્બી હોસ્પિટલને પેઈડ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન માટે મંજૂરી અપાઈ છે. ચાર જગ્યાએ શરૂ થયેલા ફ્રી ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનના પ્રોગ્રામને કોર્પોરેશને બંધ કરી દીધા છે. જોકે ફરી શરૂ થશે કે નહીં એની કોઈની પાસે જાણકારી નથી.

સરકારની બેવડી નીતિથી લોકોમાં રોષ

18થી 44 વયજૂથના લોકોએ કોવિન પોર્ટલ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું હોય છે, પણ દિવસો સુધી તેમને ટાઈમ સ્લોટ મળતો નથી. જ્યારે આ ખાનગી હોસ્પિટલોને એક હજાર રૂપિયા આપો તો કોઈ જ રજિસ્ટ્રેશનની જરૂર નથી. આ પ્રકારની સરકારની બેવડી નીતિના કારણે લોકોમાં ભારે રોષ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખાનગી હોસ્પિટલોને રીતસરનો ધંધો શરૂ કરવા પીળો પરવાનો આપ્યો હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. એપોલો હોસ્પિટલ સાથે પેઈડ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન બાબતના એમઓયુ કર્યા બાદ કોર્પોરેશને ફેરવી તોળ્યું હતું.

શેલ્બી સાથેના એમઓયુની મ્યુનિ. પાસે સ્પષ્ટતા નથી

શેલ્બી હોસ્પિટલ સાથે કોર્પોરેશને કોઈ એમઓયુ કર્યા છે કે નહીં એની હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. શેલ્બી હોસ્પિટલ વેક્સિન ક્યાંથી લાવશે એ અંગેની પણ કોર્પોરેશનના અધિકારીઓ પાસે કોઈ જવાબ નથી. કોર્પોરેશને લોકો પાસે એક હજાર રૂપિયા ઉઘરાવવા ખાનગી હોસ્પિટલોને પીળો પરવાનો આપ્યો છે, પણ જે ડ્રાઈવ થ્રુમાં લોકોને ફ્રી વેક્સિનેશન થતું હતું એ કેમ બંધ કરવામાં આવ્યાં એની કોઈ સ્પષ્ટતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here