અમદાવાદ : કોરોના પોઝિટિવની માહિતી આસપાસના લોકોને મળે એ માટે AMCએ નામ આપવાનું સૌ પ્રથમ શરૂ કર્યું, અચાનક જ બંધ પણ કરી દીધું

0
12

અમદાવાદ. રાજ્યમાં કોરોના વાઇરસના દર્દીઓના નામ જાહેર કરવાથી આસપાસમાં રહેતા લોકો અમે તેમને મળેલા લોકોની માહિતી મળી શકે અને લોકો જાતે ક્વોરન્ટીન થાય તે માટે સૌથી પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર્દીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા.જો કે અચાનક જ અમદાવાદમાં નામ જાહેર કરવાના પર પ્રતિબંધ લાદી દઈ નામ જાહેર કરવાનું બંધ કરી દેવાયું છે.

મ્યુનિ. કમિશનરે નામ જાહેર કરવા નિર્ણય કર્યો

અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં છેલ્લા અઠવાડિયામાં રીતસરનો ઉછાળો આવ્યો હતો. જો કે, તાજેતરમાં જ કોરોના પોઝિટિવદર્દીઓના નામ જાહેર કરવાનો મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. એક અઠવાડિયા સુધી કોર્પોરેશન દ્વારા નામ આપવામા આવ્યા હતાં. જો કે હવે અચાનક જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નામ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.

હવે નામ ન જાહેર કરવાનો મ્યુનિ. કમિશનરે નક્કી કર્યુ

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના આદેશથી આ નામ ન જાહેર કરવામા આવતા હોવાનું જાણવા મળ્યું છે. થોડા દિવસ પહેલા જ મ્યુનિસિપલ કમિશનરનો નામ જાહેર કરવાની વાતને મહત્ત્વપૂર્ણ  નિર્ણય ગણાવ્યો હતો. હવે નામ આપવાનું બંધ કરી દેવાતા અનેક સવાલો ઉભા થયા છે. અત્યારે અમદાવાદમાં કોરોના વાઇરસની ગંભીર પરિસ્થિતિ ઊભી થઇ છે. ત્યારે હવે નામ ન આપવાને લઈ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here