અમદાવાદ : કોવિડ કેર માટે 42 ખાનગી હોસ્પિટલને AMC 15 લાખ સુધી એડવાન્સ ચૂકવશે

0
6
  • કોરોનાની સારવાર માટે 50 ટકા બેડ મેળવવા હોસ્પિટલો સાથે MoU કરાશે
  • AMC જે દર્દીને ખાનગી હોસ્પિટલમાં મોકલે તેનું બિલ નિયત દર મુજબ જ બનશે

અમદાવાદ મ્યુનિ. દ્વારા શહેરની 42 ખાનગી હોસ્પિટલને કોવિડ કેર સેન્ટર તરીકે હસ્તગત કરીને ત્યાં 50 ટકા બેડ માટે એમઓયુ કરવાની તૈયારી હાથ ધરી છે. ત્યારે આવી હોસ્પિટલને એડવાન્સ પેટે પણ 15 લાખ ચૂકવવાની તૈયારી હાથ ધરી છે.

મ્યુનિ. દ્વારા 42 હોસ્પિટલને હસ્તગત કરાયા બાદ આ હોસ્પિટલ સાથે એમઓયુ કરવાની તૈયારી હાથ ધરી છે. જોકે આ હોસ્પિટલના 50 ટકા બેડ મ્યુનિ. હસ્તક રહેશે જ્યારે બાકીના 50 ટકા બેડ હોસ્પિટલ ખાનગી વ્યક્તિને સારવાર માટે આપી શકશે તેવી ઠરાવ્યું છે. આ હોસ્પિટલો સાથે એમઓયુ કરવા માટેની સત્તા ડીવાયએમસી હેલ્થને સોંપાઈ છે. જોકે કોઇ કિસ્સામાં ડ્રાફ્ટ એમઓયુ એએમસીના હિતમાં ન હોય તો પુન:એમઓયુ કરવા માટેની સત્તા પણ ડે. મ્યુનિ. કમિશનરને સોંપવામાં આવી છે.

મ્યુનિ. દ્વારા મોકલાયેલા દર્દીનું બિલ  નિયત કરેલા દર પ્રમાણે મ્યુનિ.ને મોકલ્યા બાદ સંબંધિત ઝોનના ડેપ્યૂટી મ્યુનિ. કમિશનર દ્વારા ચૂકવણી કરવામાં આવશે.

હોસ્પિટલને કેટેગરી મુજબ પેમેન્ટ કરાશે

  • 20  બેડ મ્યુનિ.ને ફાળવ્યા હોય તેવી હોસ્પિટલ5 લાખ
  • 21 થી 40 બેડ મ્યુનિ.ને ફાળવ્યા હોય તેવી હોસ્પિટલને10 લાખ
  • 40 થી વધુ બેડ મ્યુનિ.ને ફાળવ્યા હોય તેવી હોસ્પિટલ15 લાખ

હોસ્પિટલ પાસે કેટલા અને કઈ કેટેગરીના બેડ છે તે એમઓયુમાં નહીં દર્શાવાય

મ્યુનિ. દ્વારા કરાયેલા પરિપત્રમાં એવું જણાવાયું છેકે, હોસ્પિટલ સાથે જે એમઓયુ કરવામાં આવનાર છે તેમાં કેટલા બેડ હોસ્પિટલ પાસે છે. તેમજ કઇ કેટેગરીના કેટલા બેડ છે તે પણ દર્શાવવાનું નથી. આ ઉપરાંત આ હોસ્પિટલમાં સ્ટાફનું વિગતવાર લિસ્ટ પણ એમઓયુમાં દર્શાવવામાં આવ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here