અમેરિકા : કોરોના મહામારીથી ખરાબ રીતે અસરગ્રસ્ત નવા પ્રકારનો ગુનો સામે આવ્યો

0
3

કોરોના મહામારીથી ખરાબ રીતે અસરગ્રસ્ત અમેરિકામાં નવા પ્રકારનો ગુનો સામે આવ્યો છે. ઘરમાં વધુ સમય વીતાવવાના કારણે લોકો પેટ્સની જરૂરિયાત અનુભવી રહ્યા છે. બેરોજગારી વધી છે. લોકોની આવક પર અસર થઇ છે. તેથી ચોરોએ પૈસા કમાવવા ડૉગ્સનું અપહરણ કરવાનું શરૂ કરી દીધું છે. તેઓ સારી બ્રીડના ડૉગ્સને વધુ નિશાન બનાવી રહ્યા છે. નેબ્રાસ્કામાં લાપતા પેટ્સ શોધતી પ્રાઇવેટ એજન્સીના કેરિન ટરક્વિન કહે છે કે ફ્રેન્ચ બુલડૉગ જેવી મોંઘી બ્રીડના ડૉગ્સની ચોરી 60થી 70% વધી છે.

ઘરઆંગણેથી, કારમાંથી કે દુકાનોમાંથી ડૉગ્સની ચોરી થઇ રહી છે. સશસ્ત્ર ચોરો ઘરની અંદર પણ ત્રાટકી રહ્યા છે. એટલાન્ટામાં પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સી ચલાવતા ક્રેગ બ્રેજમાન જણાવે છે કે ચોર કોઇની બારી પર ફ્રેન્ચ બુલડૉગ જોતાં જ ત્રાટકે છે. પ્રાઇવેટ ડિટેક્ટિવ્સ અને સ્વૈચ્છિક સંગઠનો સાથે જોડાયેલા લોકો કહે છે કે ગત વર્ષે પેટ્સની ચોરી ઘણી વધી છે. ઇન્ટરનેટ સર્ચમાં માલૂમ પડ્યું કે પેટ સ્ટોર અને બ્રીડર્સને ત્યાં ડૉગ્સની કિંમત સામાન્ય રીતે 2.90 લાખ રૂ.થી 4.70 લાખ રૂ. સુધીની હોય છે.

ડૉગ્સના અપહરણની ઘટનાઓને પગલે અગ્રણી એનિમલ રાઇટ્સ ગ્રુપ્સ તથા અમેરિકન કેનેલ ક્લબે લોકોને સતર્ક રહેવા સલાહ આપી છે. માર્ચમાં સ્વૈચ્છિક સંગઠન adoptapet.comએ પેટ્સની ચોરીની ઘટનાઓ મામલે ઇમરજન્સી એલર્ટ જારી કર્યું છે. બ્રિટનમાં પણ ડૉગ્સની ચોરીના બનાવ વધ્યા છે. ‘ડૉગ લૉસ’ સંસ્થાના જણાવ્યાનુસાર બ્રિટનમાં ડૉગ્સની ચોરીના બનાવ 2019ની સરખામણીમાં 2020માં 170% વધ્યા છે. આ વર્ષે ચાલુ મહિના સુધીમાં 106 ડૉગ ચોરાયા હતા.

7 લાખ રૂપિયા કિંમત છે

ફ્રેન્ચ બુલડૉગની કિંમત 7 લાખ રૂ. સુધી છે. ગત 24 ફેબ્રુ.એ હૉલિવૂડમાં બંદૂકધારીઓ પૉપ સિંગર લૅડી ગાગાના નોકરને ગોળી મારીને તેના બે ફ્રેન્ચ બુલડૉગ ચોરી ગયા હતા. લૅડી ગાગાએ તે બંને ડૉગ શોધી લાવનાર માટે 3 કરોડ રૂ. ઇનામ જાહેર કર્યું હતું. બંને ડૉગ 2 દિવસ બાદ મળી ગયા હતા. લોસ એન્જેલ્સ પોલીસનું કહેવું છે કે ઇનામ અપાયું કે નહીં તેની પોલીસને જાણ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here