Thursday, August 5, 2021
No menu items!
Homeઅમેરિકા : મોદીને ‘ફાધર ઓફ ઈન્ડિયા’કહેવા અંગે ગાંધીના પ્રપૌત્રને વાંધો, કહ્યું- ટ્રમ્પ...
Array

અમેરિકા : મોદીને ‘ફાધર ઓફ ઈન્ડિયા’કહેવા અંગે ગાંધીના પ્રપૌત્રને વાંધો, કહ્યું- ટ્રમ્પ કદાચ જ્યોર્જ વોશિંગ્ટનનું સ્થાન લેવા માગે છે

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીને ડોનાલ્ડ ટ્રમ્પે ફાધર ઓફ ધ નેશન કહેતા મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ વાંધો ઉઠાવ્યો છે. તુષાર ગાંધીએ રવિવારે કહ્યું કે, કદાચ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યોર્જ વોશિંગ્ટનનું સ્થાન લેવા માગે છે. તેમણે મહાત્મા ગાંધીની 15મી જયંતી પર સરકાર દ્વારા યોજાતા કાર્યક્રમોને માત્ર નામના જ ગણાવ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે 24 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં ભારતીય વડાપ્રધાન સાથે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, મોદીએ ભારતને એક પિતાની જેમ એક કર્યું, તે ફાધર ઓફ ઈન્ડિયા છે.

ગાંધીની પૂજા કરવી મારો અધિકારઃ તુષાર
ટ્રમ્પના નિવેદન પર તુષારે કહ્યું કે, જો કોઈને લાગે છે ફાધર ઓફ ધ નેશનને બદલવાની જરૂર છે તો તેનું સ્વાગત છે. તુષાર પત્રકાર અરુણ ગાંધીના પુત્ર અને મણિલાલ ગાંધીના પ્રપૌત્ર છે. જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે દક્ષિણ પંથીઓનું એક જૂથ ગોડસે દ્વારા ગાંધીની હત્યાનું મહિમામંડન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે? આ અંગે તુષારે જવાબ આપતા કહ્યું કે, આ વાતનો નિર્ણય સમય કરશે કે કોણ સારું છે. જે લોકો હિંસાની પૂજા કરે છે, તે ગોડસેની પણ પૂજા કરી શકે છે. હું એવા લોકો માટે કોઈ ખોટી ભાવના નહીં રાખું. જો આ તેમનો અધિકાર છે, તો મારો પણ અધિકાર છે કે હું ગાંધીની પૂજા કરું.

બાપૂ ફક્ત પ્રતીકોમાં જ સિમીત રહી ગયાઃ તુષાર
મહાત્મા ગાંધીની 150મી જયંતિની ઉજવણી કરવા અંગે તુષારે કહ્યું કે, સરકારનો આ કાર્યક્રમ તો માત્ર નામનો જ છે. બાપૂના વિચાર અને તેમના આદર્શ દરેક જગ્યાએ લાગુ કરી શકાય છે. જીવનમાં અને પ્રશાસનમાં દરેક જગ્યાએ લાગુ કરી શકાય. પરંતુ દુઃખની વાત છે એ છે કે આ થઈ ન શક્યું. બાપૂ ફક્ત એક પ્રતીક સુધી સીમિત થઈ ગયા. નોટ પર અને સ્વચ્છતા અભિયાનના પોસ્ટરો સુધી તેમને સિમિત કરી દેવાયા છે.

મોદીને ફાધર ઓફ ધ ઈન્ડિયા તરીકે ન સ્વીકારી શકો, તો તમે ભારતીય નથીઃ જિતેન્દ્ર સિંહ
આ પહેલા વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે 25 સપ્ટેમ્બરે કહ્યું હતું કે, જે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ફાધર ઓફ ઈન્ડિયા’ તરીકે સ્વીકારી ન શકે, તે પોતાને ભારતીય ન કહી શકે. તેમણે કહ્યું હતું કે, વિદેશમાં રહેનારા લોકો આજે પોતાના ભારતીય હોવા પર અભિમાન કરે છે. આ ત્યારે જ શક્ય બની શક્યું છે, જ્યારે પીએમ મોદીના વ્યક્તિત્વ અને તેમના વ્યવહારથી દેશના સન્માનમાં વધારો થઈ રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments