અમેરિકા રહી ગયું : ગીરની પ્રખ્યાત કેસર કેરીની પ્રથમવાર દરિયાઈ માર્ગે નિકાસ

0
5

ગીરની પ્રખ્યાત કેસર કેરીની સોડમ ગુજરાત અને ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશો સુધી ફેલાયેલી છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે પણ વિશ્વના લોકોનું કેસર કેરી પ્રત્યેનું આકર્ષણ ઘટ્યું નથી. કોરોના મહામારી વચ્ચે પણ ચાલુ વર્ષે ઈટાલી સહિત યુરોપિયન દેશોમાં 100 ટન કેસ કેરીની નિકાસ થવાનો અંદાજ છે. તાજેતરમાં જ તાલાલા ગીરથી 14 ટન કેસર કેરીની ઈટાલીમાં નિકાસ કરવામા આવી છે. આ વર્ષે પ્રથમવાર એરકાર્ગોના બદલે શીપ મારફત નિકાસ કરવામા આવી છે. મુન્દ્રા બંદરેથી દરિયાઈ માર્ગે કેસર કેરીનું કન્ટેઈનર 25 દિવસ બાદ ઈટાલી પહોંચવાનો અંદાજ છે.

આ વર્ષે ટેક્નિકલ કારણોસર જાપાન અને અમેરિકામાં નિકાસ ના થઈ
તાલાલા મેંગો માર્કેટના સેકેટરી એચ.એચ.જારસાણીયાએ જણાવ્યું હતું કે, ગીરની કેસર કેરીની અમેરિકા અને જાપાનમાં ડીમાન્ડ હોય છે. પરંતુ, આ વર્ષે કોરોના મહામારીના કારણે ટેક્નિકલ કારણોસર આ દેશોમાં કેરીની નિકાસ થઈ શકી નથી. જો કે, ઈટાલીમાં મોકલાયેલી કેરી ત્યાંના લોકોને પસંદ પડતા માંગ વધી છે. જેથી 10 દિવસ બાદ બીજું કન્ટેઈનર મોકલવાની પણ તૈયારી કરાઈ છે.

પેક હાઉસમાં કેરીને સાઇઝ અને વજન મુજબ વર્ગીકરણ કરવામા આવે છે

‘યોગ્ય માર્કેટીંગ થાય તો યુરોપના દેશોમાં રેકોર્ડબ્રેક માગ વધી શકે’
ઇટાલીથી ગીરની કેસર કેરીની ડિલિવરી લેવા ગીર પહોંચેલા મુળ યુપીના અલ્‍હાબાદના વતની અને હાલ ઇટાલીમાં રહી વેપાર કરતા એક્ષપોર્ટર વિજય સહાયે જણાવેલ કે, પ્રથમ વખત ભારત દેશના તાલાલા ગીર વિસ્‍તારમાંથી દરીયાઇ માર્ગે કેસર કેરી ઇટાલી પહોંચી રહી છે. ગીરની કેસર કેરીની કિંમત ઇટાલી સહિતના યુરોપીયન દેશોમાં ખૂબ વધારે મળે છે. ઇટાલી સહિતના યુરોપીયન દેશોમાં કેસર કેરીની જબરી માંગ છે. ગીરની કેસર કેરીનું સારૂ માર્કેટીંગ કરવામાં આવે તો ઇટાલી સહિતના યુરોપીયન દેશોમાં અંદાજે 100 ટનથી વઘુ કેરીની ખપત થઇ શકે તેવું માર્કેટ મળી શકે છે.

કન્‍ટેન્‍રમાં કેરી બોકસ લોડ કરવામાં આવે છે

ઈટાલી સહિતના દેશોમાં 100 ટન કેરી પહોંચશે
વિજય સહાયે જણાવેલ કે, અત્‍યાર સુઘીમાં 5 કન્‍ટેનરમાં 75 ટન કેસર કેરી મોકલવામાં આવી રહી છે. કેસર કરી અન્‍ય દેશોમાં ઇટાલીના રસ્‍તે જ મોકલવામાં આવે છે. કારણ કે, ઇટાલી મુખ્‍ય વિતરણ સેન્‍ટર હોવા ઉપરાંત ભારતના મુંદ્રા બંદરથી સૌથી નજીકનું બંદર છે. ત્‍યાંથી સ્‍વીઝરલેન્‍ડ, ફ્રાન્‍સ, જર્મની, ઓસ્‍ટ્રીયા સહિતના યુરોપીયન દેશોમાં મોકલવામાં આવે છે. ચાલુ વર્ષે અમારે તાલાલા ગીર પંથકમાંથી 300 થી 400 ટન કેસર કેરી ખરીદી નિકાસ કરવાનું આયોજન કરેલ હતુ, પરંતુ તાલાલામાં આવેલ વાવાઝોડાના કારણે આ વખતે 100 ટન જેટલી જ કેસર કેરીની ખરીદી કરી નિકાસ કરી શકીશું.

એપીડાની પ્રોસેસ બાદ જ નિકાસ કરી શકાય છે
ગીરની કેસર કેરીને વિદેશમાં એક્સપોર્ટ કરવુ આસાન નથી. કારણ કે, ઘણા ઘણા નિયમોનું પાલન કરવા કેરીને ઘણી બધી પ્રોસેસમાંથી પસાર કરવી પડે છે. જે અંગે કેસર કેરીના એક્ષપોર્ટર અંજુમભાઇના જણાવે છે કે, તાલાલા માર્કેટીંગ યાર્ડ સંચાલિત વીરપુર ગીર ખાતે રૂ.4 કરોડ 60 લાખના ખર્ચે પેક હાઉસ નિર્માણ કરાયેલ છે. આ પેક હાઉસમાં પ્રોસેસ થયેલ કેસર કેરી વિદેશોમાં નિકાસ થાય છે. જે મુજબ ખેડૂતો નાં બગીચાઓમાંથી કેસર કેરીને લવાયા બાદ તેની પ્રોસેસ કરવામાં આવે છે. જેમાં પ્રથમ કેરીના જથ્‍થાને તાલાલા મેંગો માર્કેટીગ યાર્ડના મેંગો પેક હાઉસમાં લાવવામાં આવે છે. જયાં કેસર કેરીને જોખવામાં આવે અને ત્યારબાદ તેને વોશ કરી પ્રિ-કુલિંગ-વોશીંગ ક્લિનીંગ ઉપરાંત જરૂરી કેમિકલ પ્રોસેસીંગ કરવામાં આવે છે. ત્‍યારબાદ કેરીને તેની સાઇઝ અને વજન મુજબ અલગ કરવામાં આવે છે. જે મુજબ 200 ગ્રામથી વધુ વજન ધરાવતી કેરીને અલગ કરાયા બાદ તેને બોકસમાં ભરવામાં આવે છે ત્યારબાદ કોલ્ડ સ્ટોરેજમાં ફૂલિંગમાં નોર્મલી ઠંડી કરવામાં આવે છે.

પેક હાઉસમાં કેરીને વોશ કલીનીગ કરવાનું ચાલી રહેલ કામ

ત્યારબાદ કેરીને 23 ડીગ્રી ટેમ્પરેચરમાં ઠંડી કરવામાં આવે છે. ત્યારબાદ કેસર કેરીના બે-ત્રણ અને ચાર કીલોના આકર્ષક 15 હજાર બોક્સ વીરપુર ગીર ખાતેના પેક હાઉસમાં તૈયાર કરવામાં આવ્યા હતા. 14 ટન કેરીના તૈયાર થયેલ બોક્સ વીરપુર ગીરથી સંપૂર્ણ સુવિધાથી સજ્જ અધતન કન્ટેનર મારફત મુન્દ્રા પોર્ટ ઉપર રવાના કરી ત્‍યાંથી ઇટલી મોકલવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here