Wednesday, September 29, 2021
Homeઅમેરિકા : મૃત હસ્તિઓને ડિજિટલી ફરી જીવતી કરવાનો ટ્રેન્ડ
Array

અમેરિકા : મૃત હસ્તિઓને ડિજિટલી ફરી જીવતી કરવાનો ટ્રેન્ડ

અમેરિકામાં જાણીતા શેફ અને ટીવી પ્રેઝન્ટર એન્થની બોર્ડેન પર બનેલી ડોક્યુમેન્ટરીમાં તેમને ડિજિટલી પુનર્જન્મ તરીકે દર્શાવાઈ રહ્યા છે. રોડરનર નામની આ ડોક્યુમેન્ટરીમાં 45 સેકન્ડ સુધી તેમનો અવાજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનિક દ્વારા રજૂ કરાયો છે. તેમાં એવું લાગે છે કે જાણે બોર્ડેન ખુદ બોલી રહ્યા છે.

ડોક્યુમેન્ટરીના ડાયરેક્ટર મોર્ગન નેવીલે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આવી મહાન હસ્તિઓને ડિજિટલ સ્વરૂપે પુનર્જિવિત કરી તેની પેનલ બનાવવામાં આવે. ટુડી-થ્રીડી અને હોલોગ્રામ તથા એઆઈ અને ચેટબોક્સ દ્વારા આપણે તેને ફરી જીવંત કરી શકીએ છીએ. અમેરિકામાં આ પહેલીવાર નથી થયું. એઆઈ ટેકનિક વડે અગાઉ પણ જાણીતી હસ્તિને જીવંત કરાઈ હતી.

રેપર ટુપેક શકુરને મંચ પર હોલોગ્રામ દ્વારા તેના મૃત્યુના 15 વર્ષ પછી રજૂ કરાયો હતો. 19 વર્ષીય ઓર્ડે હેપબર્ન 2014ની ગેલેક્સી ચોકલેટની જાહેરાતમાં અને કેરીફિશર તથા પીટર કુશિંગ મૃત્યુ પછી પણ સ્ટાર વૉર્સ ફિલ્મમાં પોતાનું પાત્ર ભજવતા જોવા મળ્યા.

કિમ કાર્દિશિયને છૂટાછેડા પહેલા કાનિયે વેસ્ટે કિમના પિતાની હોલોગ્રામ છબી સાથે જન્મદિવસની શુભેચ્છા આપતા તે બોલી પડી હતી કે એવું લાગે છે કે મારા પિતા સ્વર્ગથી સીધા મારી સામે આવી ગયા છે. ડિજિટલ પુનર્જન્મના વિષય પર 11 અમેરિકામાં હવે એવા સવાલ ઊભા થવા માંડ્યા છે કે મૃત્યુ પછી આપણા ડેટાનું શું થશે?

કારણકે મૃત્યુ પછી આપણા ઈમેલ, ટેક્સ્ટ, મેસેજ, સોશિયલ મીડિયા પ્રોફાઈલ, સર્ચ પ્રોફાઈલ, ફોટો વગેરે આપણે એમજ છોડી દઈએ છીએ. આ મામલે ડિજિટલ બાબતોના જાણકાર ડૉ. કોર્લ ઓહમેન કહે છે કે હવે સમય બદલાઈ રહ્યો છે. સદીઓથી આ મામલે માત્ર અમીરો પોતાના ડેટા અંગે સાવધાન હતી. પરંતુ હવે સામાન્ય લોકો પણ જાગૃત થયા છે.

આ તમામ ડિજિટલ અવશેષનું ડોક્યુમેન્ટેશન થવું જોઈએ. મારા વૃદ્ધ પિતાના સોશિયલ મીડિયાના પ્રોફાઈલનું શું કરું, એટલી સામાન્ય આ વાત નથી. સવાલ એ છે કે ગઈ પેઢીના સોશિયલ મીડિયા પ્રોફાઈલનો આપણે શું ઉપયોગ કરી રહ્યા છીએ. આપણે પુરાતત્ત્વ અવશેષોની જેમ ડિજિટલ અવશેષોને પણ સુરક્ષિત રાખવા પડશે જેથી આપણી પેઢી ઈતિહાસને સમજી શકે.

ડેટા ક્રાંતિઃ દર મિનિટે 18.8 કરોડ ઈમેલ અને 38 લાખ સર્ચિંગ
ડિજિટલ વિશેષજ્ઞ ઓર્લ ઓહમેન કહે છે કે એક અભ્યાસ મુજબ સદીના અંત સુધીમાં ફેસબુક પાસે 490 કરોડ મૃતકોનો ડેટા હશે. આ ડેટા ખાનગી અને સામાજિક બંને સ્તરે પડકાર ઊભો કરશે. સંચારક્રાંતિને કારણે લોકો ગૂગલ પર એક મિનિટમાં જ 38 લાખ વાર સર્ચ કરે છે. 18.8 કરોડ ઈમેઈલ કરે છે. ટિન્ડર પર જ 14 લાખ લોકો એક મિનિટમાં સ્વાઈપ કરે છે. આથી હવે જરૂરી છે કે આપણે વર્લ્ડ ડિજિટલ હેરિટેજનું નિર્માણ કરીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments