અમેરિકા : યુવતીએ સો. મીડિયા પર પેરેન્ટ્સને સલાહ આપતા કહ્યું, ‘પ્લીઝ, વધારે બાળકોને જન્મ ના આપો’

0
0

અમેરિકામાં ઓહાયો રાજ્યમાં સોયાબિન ફાર્મમાં ઉછેરેલી યુવતીના 13 ભાઈ-બહેન છે. તેના પેરેન્ટ્સે 14 બાળકોનો ઉછેર આઈરિશ કેથલિક હોમમાં કરી. આટલા મોટા પરિવારમાં ઉછેરેલી એક છોકરીએ પોતાનું દુઃખ સોશિયલ મીડિયામાં વ્યક્ત કર્યું. તેણે મોટા પરિવારના ગેરફાયદા કહ્યા અને બાળપણમાં વિતાવેલા ખરાબ દિવસો વિશે દિલ ખોલીને વાત કરી.

આ યુવતીએ કહ્યું, મારા પિતાના અવસાન પછી માતા એકલી પડી ગઈ અને બધી જવાબદારી નાના-ભાઈ બહેન પર આવી ગઈ. પ્લીઝ, કોઈ પેરેન્ટ્સ 14 બાળકોને જન્મ ના આપે. હું પોતે 13 ભાઈ-બહેન સાથે મોટી થઈ છું. તમે મને ખોટી ના સમજો. હું મારા દરેક ભાઈબહેન સાથે ખુશ છું. આટલા મોટા પરિવારમાં અટેંશન મળતું નથી.

સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આ યુવતીએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. તેણે કહ્યું, ઘરમાં એટલા બધા લોકો છે કે એક સમય પછી મારું મહત્ત્વ ઓછું થઈ ગયું. મારા મોટા-ભાગના ભાઈ-બહેન તેમનાથી નાના સિબલિંગનાં પેરેન્ટ્સ બની ગયા. કારણકે દરેક બાળકનું ધ્યાન પેરેન્ટ્સ રાખે તે શક્ય નથી. મારી મોટી બહેને જ મારો ઉછેર કર્યો છે. મારી બહેને નાની ઉંમરે દરેક જવાબદારી સંભાળી. તે મારા માટે સ્કૂલ લંચ બનાવતી હતી. સાચું તો એ છે કે, બાળકોનો ઉછેર કરવાની આ રીત ખોટી છે. ઘરમાં વધારે લોકો હોય એટલે પેરેન્ટ્સની જવાબદારી વધી જાય છે અને તે પોતાનું કામ તેમના મોટા સંતાનને સોંપી દે છે. આ બધાની નેગેટિવ ઈફેક્ટ આખી લાઈફ બાળકો પર પડે છે. આ યુવતીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થઈ રહ્યો છે. ઘણા યુઝર્સે તેની વાતમાં સમર્થન પણ કર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here